સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠક મળી
બેઠકમાં ૨૨ મુદાઓ રજુ થયા: યુનિવર્સિટીમાં ઠપ્પ થયેલા બાંધકામો ફરીથી શ‚ કરવામાં આવશે: આજે ફાયનાન્સ કમિટીની બેઠક: ૧૦મી જુને સિન્ડીકેટની બેઠક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણીની અધ્યક્ષતામાં મળેલી એસ્ટેટ કમિટીની બેઠકમાં કુલ ૨૨ મુદાઓ રજુ કરાયા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઠપ્પ થયેલા બાંધકામો ફરીથી શ‚ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી સ્વીમીંગ પુલનાં ભ્રષ્ટાચાર મુદે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંધકામ વિભાગમાં કામ કરતા ૧૬ જેટલા કર્મચારીઓ કે જેમાં ઈજનેરોનો સમાવેશ થાય છે જો આ તમામ ૧૬ કર્મચારીઓ હવે બરાબર કામ નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરીને કાઢી મુકવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્વિમીંગ પુલનાં કામ માટે રૂ.૭.૮૩ કરોડનો વર્ક ઓર્ડર થયો હતો. તેમાંથી રૂ.૫.૫૦ કરોડ ચુકવી દેવામાં આવ્યા છે પરંતુ સ્વીમીંગપુલની ડિઝાઈનમાં ફેરફાર થતાં આ ખર્ચ વધીને રૂ.૯ કરોડે પહોંચી ગયો હતો. હવે નિર્ણય એ કરવામાં આવ્યો છે કે, બાકીનાં પૈસા ચુકવવા કે કેમ ? તે માટે થર્ડ પાર્ટીનાં સુખાભાઈ પટેલને ઈન્સ્પેકશનનું કામ સોંપવામાં આવ્યું છે.
આ ઉપરાંત એસ્ટેટ કમિટીની બેઠકમાં ૨૨ જેટલી આઈટમો રજુ કરવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીનાં ઠપ્પ થયેલા બાંધકામોને ફરીથી ધમધમતા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાંધકામ વિભાગમાં કામ કરી રહેલા ૧૬ કર્મચારીઓને કડક સુચના આપવામાં આવી છે હવેથી આ ૧૬ કર્મચારીઓ કામચોરી કરશે તો કાઢી મુકવામાં આવશે તેવું સ્પષ્ટ વલણ એસ્ટેટ કમિટીની બેઠકમાં જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એસ્ટેટ કમિટીની મિટીંગ મળ્યા બાદ આજે ૧૧:૦૦ કલાકે ફાયનાન્સ કમિટીની બેઠક મળવાની છે અને આગામી ૧૦મી જુને સિન્ડીકેટની બેઠક મળનારી છે.