• દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશનમાંના 30 પેકેટ મળી 32 કિલોનો મુદ્દામાલ કબ્જે
  • દ્વારકાના દરિયા કિનારેથી એક વખત ડ્રગ્સ માફીયા દ્વારા કાળા કારોબારનો કર્યો ઉપયોગ
  • દરિયાઈ એજન્સી, સ્થાનિક પોલીસ અને  એટીએસ શકમંદોની કરશે પૂછપરછ

સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ  માફીયા માટે મોકળુ  મેદાન હોય તેમ અવાર નવાર ડ્રગ્સ પકડાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના  દરિયા કાંઠે   વધુ એક વખત બિનવારસી 16 કરોડની કિંમતનો અફઘાનિ ચરસનો જથ્થો ઝડપાયો છે. જેમા એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં વરવાળા અને રૂપેણ નજીક 32 કિલોનો મુદ્દામાલ જેમાં 30 પેકેટ અફઘાનિ ચરસ મળી આવતા દરિયાઈ એજન્સી સર્તક બની છે. એસઓજીએે આ મામલે સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે.

રાજયમાં નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા અને યુવાનને બરબાદી તરફ અટકાવવું રાજય સરકાર દ્વારા આપવામા આવેલા કડક આદેશને પગલે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળી દરિયાઈ વિસ્તારમાં થતી મોટાપાયે ડ્રગ્સની દાણચોરી  કરતા ડ્રગ્સ માફીયા પર તૂટી પડવા આપેલા આદેશને પગલે દરિયાઈ વિસ્તારોમાં  સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં  અવાર નવાર  ડ્રગ્સનો જથ્થો મળી આવતા હોવાથી એસ.ઓ.જી. દ્વારા  પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

રાજકોટ રેન્જના વડા અશોક યાદવ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લા પોલીસ વડાઓને ડ્રગ્સ માફીયા સામે કડક  કાર્યવાહી કરવા આપેલા આદેશને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતીશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ.  દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે રૂપેણબંદર નજીક વરવાળા ગામ પાસે દરિયા કિનારે  શંકાસ્પદ વસ્તુ હોવાની મળેલી બાતમનાં આધારે સ્ટાફ મોડી દોડી ગયો હતો.

ત્યારે દરિયા કિનારે આશરે 20 થી 25 પેકેટ મળી આવેલા છે. તેને પગલે દરિયા એજન્સીઓને સર્તક કરવામાં આવતા દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસે કરોડોની કિંમતનું ચરસ પકડી પાડયું છે. આ મામલે એસઓજી અને ક્રાઈમ  અને એટીએસ પણ તપાસમાં ઝુંકાવ્યું છે.  પોલીસે ચરસના જથ્થામં કોઈ સ્થાનિક સંડોવણી હોવાની આશંકાએ તપાસના ધમધમાટ આદર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  અવાર નવાર ડ્રગ્સ માફીયાઓ દ્વારા ડ્રગ્સની દાણચોરી કરવામા આવે છે. પોલીસે અગાઉ ડ્રગ્સના કાળાકારોબારમાં સંડોવાયેલા ડ્રગ્સ માફીયાની સંડોવણી છે. કેમ તે અંગે તેની તપાસ આદરી છે. એસ.ઓ.જી. દરિયાય એજન્સી કોસ્ટગાર્ડ અને કસ્ટમ સહિત દ્વારા ડ્રગ્સ માફીયા દરિયામાં ફષંકી દીધાની આશંકા સેવાય રહી છે.  તેમજ ડ્રગ્સના પેકેટમાં લખાણ કે કોઈ ચિન્હો મળેલ છે કેમ તે મુદે તપાસ  આદરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.