સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, *દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા.
તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ* હાથ ધરવામાં આવેલ છે.
જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજા તથા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ તથા પો.કો.યોગેશભાઈ તથા મયુરસિંહ વિગેરે સ્ટાફના માણસો સાપર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીગમા હતા દરમ્યાન પોલિસ સબ ઈન્સ. એ. એ. જાડેજા નાઓને બાતમી મળેલ કે, લીબડી તરફથી ટ્રક નં.ૠઉં.૦૩ ઠ.૭૬૦૫ વાળીમા વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળનાર છે.
સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ. એ. જાડેજા તથા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ તથા પો.કો.યોગેશભાઈ તથા મયુરસિંહ વિગેરે સહિતની ટીમ દ્વારા ટ્રકની વોચ દરમ્યાન ટ્રક મળી આવતા ટ્રકની ઝડતી તપાસ કરતા ટ્રકની કેબીન ઉપરથી *અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો નંગ ૧૬ તથા મોબાઈલ નંગ.૧ તથા ટ્રક મળી કુલ કિંમત રૂ. ૫,૨૬,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની વોચ દરમિયાન ટ્રક ચાલક/આરોપી દીપકભાઈ ઉર્ફે અશોકભાઈ રામભાઈ વસરા ઉ.વ.૩૬ રહે. ઉપલેટા સ્વામીનારાયણ સોસા.કમલેશ્વર મહાદેવ મંદીર સામેની ગલ્લી તા. ઉપલેટા જી. રાજકોટ વાળો મળી આવેલ છે જેના વીરુધ્ધ કાયદેર કાર્યવાહી કરવામા આવેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબતે તેમજ પકડાયેલ ટ્રક ચાલક/ આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મહેન્દ્રસિંહ દ્વારા શ્રી સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
સાયલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો.? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ. ઇન્સ.એ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,