તા.૧૫ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર આવી રહ્યાં હોય તેમના કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આગામી ૧૫મી જાન્યુઆરીએ જામનગરનો પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેઓના હસ્તે જામનગર ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ અન્વયે કલેકટર કચેરી ખાતે કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થાઓ, સ્થળ પરની સુરક્ષા વગેરે બાબતોના આયોજન વિશે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા પ્રાંત અધિકારીઓ, અન્ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યાં છે. વિકાસ કામો પુરા થયા હોય તેના લોકાર્પણ થઈ રહ્યાં છે અને નવા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે. એક માસ જેટલા ટૂંકાગાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ ત્રીજી મુલાકાત છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!