ઈથોપીયન એરલાઈન્સનું ૧૫૦થી વધુ યાત્રાળુઓને લઈને ઉડાન દરમ્યાન વિમાન તુટી પડતા ચાર ભારતીયો સહિત ૧૫૭ના મૃત્યુ થયા છે. ઈથોપીયાની ભારતીય એલચી કચેરીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને દુર્ઘટનાના ભોગ બનેલા ભારતીય નાગરીકોના નામો આપ્યા હતા જેમાં વૈધ્યપન્નાગેસ ભાસ્કર વૈધ્યહસિંગ અન્નાગેસ, નુકકવવરાયુ મનિષા અને શિખા ગર્ગના નામો હોવાનું જાણવા મળ્યું છે.

શીખા ગર્ગ સંયુકત રાષ્ટ્રસંઘની પર્યાવરણ સમિતિની નેરોબી ખાતે મળનારી બેઠકમા હાજરી આપવા માટે જતા હતા તેમ હર્ષવર્ધન કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતુ.બોઈંગ ૭૩૭નું નવુ મોડલ મેકસ ૮તુટી પડયાનું કારણ હજુ બહાર આવ્યું નથી. અગાઉ લાયન એરનું આજ મોડલનું વિમાન ઓકટોબર મહિનામાં તુટી પડયું હતુ અને ૧૮૯ પ્રવાસીઓના મૃત્યુ નિપજયા હતા બોઈંગી ૭૩૭ આવી દુર્ઘટનાઓનું ભોગ વધુ બને છે. ૩૫ દેશોના મુસાફરોમાં કેન્યાના ૩૨, કેનેડાના ૧૮, ઈથોપીયાના ૯, અમેરિકા-ચીન-ઈટાલીના ૧-૧ ફ્રાંન્સ અને બ્રિટનના ૭-૭ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.

સવારે ખુશનુમા વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી ઉડાન ભર્યા બાદ ૮.૩૮ મિનિટ બાદ છ મિનિટ બાદ કંટ્રોલ રૂમનો સંપર્ક ગુમાવી દીદો હતો. વિમાન બિસોફટુ નજીક દક્ષિણ પૂર્વ ૮૬ કિલોમીટર દૂર પડી ભાંગ્યું હતુ.

ઈથોપીયન એરલાઈનના મુખ્ય અધિકારી ટેવોલેડે ગેબે મરિયમે જણાવ્યું હતુ કે પાયલોટે મુશ્કેલીની જાણ કરતાની સાથે જ એડિસાઅ બાબા વિમાન મથકે વિમાન પાછુ લઈ લેવાની સહમતી આપી દેવામાં આવી હતી. પરંતુ વિમાન સલામત ઉતરાણ કરે તે પહેલા જ હતભાગી વિમાન દુર્ઘટનાનું ભોગ બની ચુકયું હતુ.સરકારે તાત્કાલીક ચાર અધિકારીઓની તપાસ સમિતિને ઘટના સ્થળે રવાના કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.