આપણે સૌ જાણીએ છીએ કે સુરત હીરા ઉદ્યોગને લઈને ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે હવે સુરત મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે પણ સક્ષમ થઈ ચુક્યું છે. ઘણી જગ્યાઓ પર આપણે પીએમ મોદીના શિલ્પ ચિત્રો, રેત ચિત્રો કારીગરો બનાવતા હોય છે ત્યારે સુરતમાં પીએમ મોદીની સોનાની મૂર્તિ બનવવામાં આવી છે. આ મૂર્તિ 156 ગ્રામ સોનામાંથી બનવવામાં આવી છે.
વડાપ્રધાન મોદીની લોકપ્રીયતા દિવસેને દિવસે વધી રહી છે તેઓ ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય નેતા બન્યા છે. ગુજરાતમાં ૧૫૬ સીટ પર ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ સતત લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ બન્યા છે ત્યારે સુરતમાં રાધિકા ચેઇન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ત્યારે જેમાં કર્મચારીઓને ૩ મહિના લાગ્યા હતા. 25 કર્મચારીઓએ 18 કેરેટ સોનામાંથી મોદીની પ્રતિમા તૈયાર કરી છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી હોવાથી 156 ગ્રામ સોનામાંથી આ મૂર્તિ તૈયાર કરાઈ છે.
આ પ્રતિમાને જોઇને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. જેમ પીએમ મોદી પોતાના અલગ અંદાજથી પ્રજાને આશ્ચર્ય ચકિત કરી દે છે તેવી જ રીતે આ પ્રતિમા પણ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમાની લંબાઈ 4.5 ઇંચ અને પહોળાઈ 3 ઇંચ જેટલી છે. મેન્યુફેક્ચરર દ્વારા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાઈટ છે. તેને ઇંચમાં કન્વર્ટ કરીને ગોલ્ડની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યું. તેમાં ૧૫૬ જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વીજેતા થતા તેમણે 156 ગ્રામ સોનાથી મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.