પુલવામાં હુમલા બાદ સરકારના આક્રમક અને મહત્વના પગલામાં જમ્મુ કાશ્મીરનાં અલગાવાદીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાના દોર વધુ આગળ વધારી વધારાના ૧૮ નેતાઓ સહિત કુલ ૧૫૫રાજકીય વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન કરવાની સુવિધામાંથી સરકારે તગેડી મૂકયા છે.

જમ્મુ-કાશ્મીર સરકારે સુરક્ષા જે આગેવાનોની પાછી ખેંચવામાં આવી છે. તેમાં સૈયદ અલી શાહ, ગિલાની આગા સૈયદ મુસવી, મોલવી, અબ્બાસ અંસારી, યાસીન મલીક, સલીમ ગિલાની શાહીદ ઈસ્લામ, જફરબટ્ટ, નઈન અહેમદ મુખ્તાર વાઝા, ફારૂક પિરલુ, મસલુલ અન્સારી, આકા સૈયદ, અબ્દુલ ગની, મોહમ્મદ બટ્ટ અને નિવૃત આઈએસ શાહ ફૈઝલ અને પીડીપીના વાહિદ સહિતના નેતાઓની તમામ સુરક્ષા પરત કરી લેવામાં આવતા આ સુરક્ષા સેવામાં જોતરાયેલા ૧ હજાર પોલીસ અને ૧૦૦ વાહનોને મુકિત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.