બી કેટેગરીમાં રમકડાના ૧૭૮ સ્ટોલ માટે સૌથી વધુ ૧૩૫૨ અરજીઓ મળી: ડી-૧ કેટેગરીમાં સંસ માટે ફાળવેલા ખાસ પ્લોટ મેળવવા માત્ર ૮ સંસઓએ જ રસ દાખવ્યો
ફોર્મ પ્રક્રિયા પૂર્ણ: સ્ટોલ અને પ્લોટનો ૨૬મીએ ડ્રો, ૩૦ અને ૩૧મીએ હરરાજી
૨૨મી ઓગષ્ટી ‘મલ્હાર’ મેળાનો શે શુભારંભ શહેર-૧ પ્રાંતના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ
લોકમેળા ‘મલ્હાર’ માટે સ્ટોલ અને પ્લોટના ફોર્મ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કુલ ૩૬૪ સ્ટોલ-પ્લોટ માટે ગઈકાલે અંતિમ દિવસ સુધીમાં ૧૫૩૫ ફોર્મ ભરાયા છે. જેમાં બી કેટેગરીમાં રમકડાના ૧૭૮ સ્ટોલ માટે સૌથી વધુ ૧૩૫૨ અરજીઓ મળી છે જ્યારે ડી-૧ કેટેગરીમાં સંસઓ માટે ફાળવેલા ૨૬ પ્લોટો મેળવવા માત્ર ૮ સંસઓ જ રસ દાખવ્યો છે. મેળાનો ૨૨ ઓગષ્ટથી શુભારંભ નારો છે. ત્યારે શહેર પ્રાંત-૧ના માર્ગદર્શન હેઠળ હાલ તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસીય ‘મલ્હાર’ લોકમેળો યોજાનાર છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા આ મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે આ મેળાની તૈયારી સંદર્ભે હાલ શહેર-૧ પ્રાંત ચૌહાણના માર્ગદર્શન હેઠળ તૈયારીનો ધમધમાટ ચલાવવામાં આવી ર્હયો છે. જો કે દર વર્ષે શહેર-૧ પ્રાંત દ્વારા લોકમેળાના આયોજનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવતી હોય છે.
લોકમેળામાં કુલ ૩૬૪ સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવ્યા છે. જેના માટે ગત તા.૫થી ગઈકાલ સુધી ફોર્મ પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં કુલ ૧૫૩૫ ફોર્મ લોકમેળા અમલીકરણ સમીતીને મળી છે. આ મેળામાં એ કેટેગરીમાં ખાણીપીણી માટે બે પ્લોટ છે જેના માટે છ અરજી મળી છે. બી કેટેગરીમાં રમકડાના ૧૭૮ સ્ટોલ છે જેના માટે સૌથી વધુ ૧૩૫૨ અરજીઓ મળી છે. બી-૧ કોર્નર રમકડાના ૩૨ સ્ટોલ છે જેના માટે ૫૨ અરજીઓ મળી છે. સી-કેટેગરીમાં ખાણીપીણીના ૧૪ સ્ટોલ માટે ૪૮ અરજી મળી છે. જ્યારે ઈ, એ, જી, એચ કેટેગરી હેઠળ યાંત્રીક આઈટમો માટે ૪૮ પ્લોટ મેળવવા ૮૭ અરજીઓ આવી છે. જે કેટેગરીમાં મધ્યમ હાથથી ચાલતી ચાર ચકકરડી માટે ૧૮ અરજી મળી છે. કે-૧ નાની હાી ચાલતી ૨૮ ચકકરડી માટે ૨૪ અરજીઓ પ્રાપ્ત થઈ છે. કે-૨ નાની હાથથી ચાલતી ૨૦ ચકકરડી માટે માત્ર ૪ અરજીઓ મળી છે. એકસ કેટેગરીમાં ૧૬ ચોકઠા માટે ૨૩ અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે બી-૧ કેટેગરીમાં સંસ્થાઓ માટે ૨૬ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેના માટે માત્ર ૮ સંસઓએ રસ દાખવી અરજી કરી છે. આમ કુલ ૩૬૪ સ્ટોલ-પ્લોટ માટે ૧૫૩૫ અરજીઓ મળી છે. તા.૫ના રોજ ૦, તા.૬ના રોજ ૨, તા.૭ના રોજ ૦, તા.૮ના રોજ ૧૨, તા.૯ના રોજ ૬, તા.૧૦ના રોજ ૧૭, તા.૧૧ના રોજ ૭૫, તા.૧૨ના રોજ ૨૫૮, તા.૧૩ના રોજ ૦, તા.૧૪ના રોજ ૦ અને તા.૧૫ના રોજ ૧૧૬૫ ફોર્મ ભરાયા હતા.
આગામી તા.૨૬ના રોજ ખાણીપીણી અને ચકકરડી માટેના સ્ટોલના ડ્રો કરવામાં આવનાર છે. ત્યારબાદ રાઈડ્સના પ્લોટની તા.૩૦મીએ તેમજ આઈસ્ક્રીના ચોકઠાની ૩૧મીએ હરરાજી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં દરરોજ હજ્જારોની સંખ્યામાં લોકો મેળો માણવા માટે પધારવાના છે. ભારે ભીડ વાની છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે જેના માટે આગામી દિવસોમાં પોલીસ વિભાગ સાથે વહીવટી તંત્રની બેઠકો પણ ચાલવાની છે.