3 કર્મચારીઓને બઢતી અપાય: 17 વારસદારોને નોકરી
રાજકોટ મહાનગરપાલિકામાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી દ્વારા કર્મચારીઓ/અધિકારીઓને સરકારના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. 3 કર્મચારીઓને બઢતી, 53 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-17 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા આવી છે.
ડી.પી.સી.માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાં ખાલી પડેલ 1 જગ્યા પર બઢતી તેમજ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગમાંખાલી પડેલ 2 જગ્યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવી છે. જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં 10 વર્ષ,20 વર્ષ અને 30 વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-03 ના કુલ-60 કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-04 ના કુલ-71 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવી હતી.22 સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવી છે.