ગત વર્ષથી જળસંગ્રહ ઓછો : સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં રાજ્યના થયેલ કુલ 40 ટકા વાવેતરને મળશે લાભ
રવિપાક માટે સૌની યોજના માંથી 15,240 એમ.સી.એફ્ટી પાણી છોડવાનો અને રવિપાકને પૂરતું પિયત મળી રહે એ માટે તંત્રએ નિર્ણય લીધો છે.આ નિર્ણયથી રવિ પાક મેળવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
ગુજરાતમાં રવિ પાકનું ફૂલ 41.29 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં આશરે 40 ટકા વાવેતર માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થયું છે જેને હવે પિયતની જરૂરિયાત હોય સરકારે સૌરાષ્ટ્ર નર્મદા ઈરીગેશન અર્થાત્ સૌની યોજના હેઠળ લીક,1,2,3,4 ની પથરેખામાં આવતા તળાવ, ચેકડેમ, ડેમો વગેરેમાં ફૂલ 15,240 એમ.સી.એફટી.ની મર્યાદામાં પાણી છોડવા નિર્ણય લીધો છે. સિંચાઈ વિભાગના સૂત્રો અનુસાર એક-બે દિવસમાં જ આ પાણી છોડવાનું શરૂ કરાશે.સૌરાષ્ટ્રમાં 2.16 લાખ હે.માં ધાણા, 1.61 લાખ હે.માં જીરુ, 5.21 લાખ હેક્ટરમાં ચણા અને 4.03 લાખ હેક્ટરમાં પિયત ઘઉ ઉપરાંત ડુંગળી, કે વરિયાળી, રાઈ, શાકભાજી, ઘાસચારો વગેરેનું 16.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે,પાણીની જરૂરિયાત વાળા સૌરાષ્ટ્રના 970 થી વધુ ગામોના વિસ્તારમાં સિંચાઈની સુવિધા માટે કરાયેલા આયોજન અન્વયે મુખ્યમંત્રી, જળસંપતિ મંત્રી વગેરે સાથે પરામર્શ કરીને આ નિર્ણય લેવાયો છે અને 1.52 લાખ ઘનફૂટ પાણીથી આશરે અઢી લાખ એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે.બીજી તરફ, સરદાર સરોવરમાં હાલ 79 ટકા એટલે કે 2,64,491 એમ.સી.એફટી.નો જળ સંગ્રહ છે.
ચોમાસા વખતે આ મહાકાય જળાશય છલકાઈ ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં હાલ 63.64 ટકા એટલે કે 57903 એમ.સી.એફટી.નો જળ સંગ્રહ છે. ગત વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં આજની સ્થિતિએ 70 હજાર એમ.સી.એફટી.નો જળસંગ્રહ હતો જેની સાપેક્ષે આ વર્ષે આશરે 12 હજાર એમ.સી.એફટી.નો ઓછો છે. સરદાર સરોવરમાં હાલ 2,64,491 ખઈઋઝ (79 ટકા) જળસંગ્રહ છે. ધાણા, જીરુ, ઘઉં,ચણાના પાકને સિંચાઈ માટે પાણી આપવા રાજ્ય સરકારએ કરેલા આ નિર્ણયથી રવિપાકને લેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
કપાસના ભાવમાં કડાકા:રૂમાં ધરખમ મંદી
કપાસના ભાવમાં કડાકા અને રૂમાં ધરખમ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.સંકર ગાંસડીમાંએક જ દિવસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રેકોર્ડબ્રેક ભાવ સર્જીને પાછલા વર્ષમાં સફેદ ક્રાંતિ રચનારો કપાસ રોજેરોજ મંદીની ગર્તામાં ધકેલાઇ રહ્યો છે. કપાસના ભાવ નાટકીય ઢબે તૂટી રહ્યા હોવાથી ખેડૂતો મૂંઝાઇ ગયા છે, હવે કપાસમાં ક્યારે તેજી થશે એવા પ્રશ્નો થવા લાગ્યા છે.કપાસના ભાવમાં બજાર સોમવારે ખૂલી ત્યારે 15-20 ઘટ્યા હતા.
સોમવારે ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ. રૂ. 30-40 નો વધુ કડાકો 59700 જેવો ખૂલ્યો હતો પણ હવે ખેડૂતો 52 ભીંસ વધી છે એ પછી ફટાફટ નીચા ભાવ વધી રહ્યા છે. બીજી તરફ સંકર ફૂંટાવાનું શરૂ થતાં રૂ.ગાંસડીના ભાવમાં પણ ખાંડીએ 57000-57200 સુધી એક જ દિવસમાં પડ્યું છે. આમ હવે એના કારણે ભારે ગભરાટ ફેલાઇ ગયો છે. ગયા વર્ષે કપાસનો ભાવ રૂ. 1.10 લાખ સુધી પહોંચ્યો હતો અને સોમવારે એનાથી અર્ધા ભાવ થવા આવ્યા છે એટલે સોપો પડી ગયો છે. નીચા ભાવમાં પણ યાર્ન મિલોની ખરીદી હળવી બની હતી.કપાસના બ્રોકરો કહે છે કે, વૈશ્વિક વાયદા બંધ હતા છતાં બજાર ઘટી હતી.