વેપારીઓ પાસેથી રૂ.૭૧ હજારનો દંડ વસુલાયો: સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં ૬૦-૬૦ અને ઈસ્ટ ઝોનમાં ૩૨ વેપારીઓને દંડ

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીના આદેશના પગલે સ્વચ્છ રાજકોટ ઝુંબેશ અંતર્ગત આજથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ-અલગ બજારોમાં વેપારીઓને ત્યાં બે ડસ્ટબીન છે કે નહીં તે અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દુકાનમાં બે ડસ્ટબીન ન રાખતા ૧૫૨ વેપારીઓ પાસેથી રૂ.૫૦૦-૫૦૦ લેખે ૭૧ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

CZ 1 1

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૨માં ૮ વેપારીઓ, વોર્ડ નં.૩માં ૧૨ વેપારી, વોર્ડ નં.૭માં ૧૦ વેપારીઓ, વોર્ડ નં.૧૩માં ૧૩ વેપારીઓ, વોર્ડ નં.૧૪માં ૧૧ વેપારીઓ, વોર્ડ નં.૧૭માં ૬ વેપારીને બે ડસ્ટબીન ન રાખવા સબબ રૂ.૨૫,૮૯૭નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે ૩૮ ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું. વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧માં ૩ વેપારી, વોર્ડ નં.૮માં ૨૭ વેપારી, વોર્ડ નં.૯માં ૨ વેપારી, વોર્ડ નં.૧૦માં ૧૨ વેપારી, વોર્ડ નં.૧૧માં ૮ વેપારી અને વોર્ડ નં.૧૨માં ૮ વેપારીને બે ડસ્ટબીન ન રાખવા બદલ રૂ.૨૮,૧૩૨નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૪૭ નંગ ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું.

WZ 3

જયારે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૪માં ૧૦ વેપારી, વોર્ડ નં.૫માં ૮ વેપારી, વોર્ડ નં.૬માં ૪ વેપારી, વોર્ડ નં.૧૫માં ૨ વેપારી, વોર્ડ નં.૧૮માં ૬ વેપારી, વોર્ડ નં.૧૬માં ૨ વેપારી સહિત કુલ ૩૨ વેપારીઓને બે ડસ્ટબીન ન રાખવા બદલ રૂ.૧૬,૭૪૭નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૩૨ નંગ ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

CZ 4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.