વાયબ્રન્ટ ૨૦૧૯ ન ભુતો ન ભવિષ્યતી
૧૫૦થી વધુ દેશોના ૩૦ હજારથી વધુ ડેલીગેટસ વાયબ્રન્ટને શોભાવશે
ખરબો રૂપિયાના રોકાણોના આંકડા ‘નાના’ થઈ જશે
ધોલેરાને વિશ્વનું હબ બનાવવાનો રાજય સરકારનો લક્ષ્યાંક
પ્રથમ વખત નોન બીજેપી સહિતના ૧૫ રાજયો વાયબ્રન્ટમાં સક્રિય ભૂમિકા ભજવશે
ગુજરાતના આંગણે તા.૧૮ થી ૨૦ જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે જે ભુતો ન ભવિષ્યતી બની રહેશે. આ વખતનું વાયબ્રન્ટ અનેકવિધ રીતે અને‚ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ હજાર કરોડના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણો પણ એક મુખ્ય મુદ્દો વાયબ્રન્ટ માટે બની રહ્યો છે. આ વાયબ્રન્ટ સમીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ એક ઐતિહાસિક બાબત બની રહેશે. ત્યારે વાત કરવામાં આવે તો વાયબ્રન્ટ ૨૦૧૯ અનેકવિધ રીતે મહત્વનું નિવડશે.
વાયબ્રન્ટ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો રૂપાણી સરકાર ૧૫ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા વિકાસને ઈંધણ આપશે. કારણ કે, સોલાર એનર્જી સહિત રિન્યુએબલ એનર્જી જેમાં વીન્ડ, સ્મોલ હાઈડ્રો અને વેસ્ટ ટુ એનર્જી આ તમામ પ્રકારની એનર્જીનો નિકાસ અન્ય દેશોમાં ભારત કરી રહ્યું છે.
ત્યારે આ તમામ પ્રકારની એનર્જી ગુજરાતમાંથી પણ વિકાસ થાય અને ઉર્જા ક્ષેત્રે ગુજરાતનો ક્રમ અવ્વલ આવે તે માટે રૂપાણી સરકાર દ્વારા ખૂબજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રિન્યુએબલ એનર્જીના નિકાસ માટે કાઉન્સીલની રચના કરવા માટે મંત્રાલયને પણ સુચન કરવામાં આવ્યું છે જેને સહર્સ રીતે વાણીજય મંત્રાલય દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આ કાઉન્સીલની રચનાથી નિકાસ થતાં સૌર ઉર્જાના સાધનો તથા ભારત દેશ દ્વારા અપાતી સેવાઓને વેગ મળશે.
હાલ ભારત દેશ આફ્રિકા, યુનાઈટેડ આરબ અમીરાત અને યુએસના થોડા ભાગોમાં સૌર ઉર્જાના સાધનો અને સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે. જેને વેગ આપવા અને મહત્તમ ઉર્જા સૌરથી મળી રહે તે માટે ખાસ કાઉન્સીલની રચના કરવામાં આવી છે જે કાઉન્સીલ આગામી થોડા જ મહિનાઓમાં કાર્યરત થઈ જશે.
વાયબ્રન્ટ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર ધોલેરા ખાતે આવેલા દરિયા કિનારે ૫ હજાર મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપવા પણ અગ્રેસર થઈ રહી છે. જયારે ચાઈનાએ પણ ૧ હજાર એકર જમીનની માંગણી કરી છે જેથી ધોલેરાનો વિકાસ પૂર્ણરૂપથી થઈ શકે અને વિકાસમાં પોતાનો સિંહફાળો પણ આપી શકે.
વાત કરીએ તો ભારત હાલ ચાઈનાની હરોળમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે અને બખુબી રીતે ચાઈના સાથે હરિફાઈ પણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક અહમ પોલીસીની પણ રચના કરી છે જેમાં તમામ જિલ્લાઓને પોતાની એક આગવી ઓળખ મળે તે માટે ‘વન પ્રોડકટ વન ડિસ્ટ્રીકટ’ પોલીસીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
હાલ ગુજરાત રાજય ધોલેરાને વિશ્વનું હબ બનાવવા માટે તે દિશામાં ખૂબજ અગત્યના પગલા પણ લઈ રહ્યું છે. ત્યારે ૨૦૧૯નું વાઈબ્રન્ટ ગુજરાત રાજય માટે સોનાના સુરજ સમાન પ્રસ્થાપિત થશે. વધુમાં વાત કરવામાં આવે તો ૧૫૦થી વધુ દેશોના ૩૦ હજારથી વધુ ડેલીગેટસો વાઈબ્રન્ટની શોભાને શોભાવશે અને ભારત દેશ સાથે અનેકવિધ મુદ્દાઓ અને અનેકવિધ ક્ષેત્રે કરારો પણ કરશે જેનું એકમાત્ર કારણ એ છે કે, ભારત દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજય માનવામાં આવી રહ્યું છે જે અનેકવિધ ક્ષેત્રે પોતાનું આગવુ સ્થાન ધરાવે છે અને પોતાની શાખ પણ ધરાવે છે. જેથી અન્ય દેશોને પણ ગુજરાતની સહાયતા મળી રહે અને મદદ મળી રહે તે માટે અનેકવિધ કરારો પણ વાયબ્રન્ટ ૨૦૧૯માં કરવામાં આવશે.
સાથો સાથ એક એવી પણ ઐતિહાસિક ઘટના ઘટશે જેમાં ભારત દેશના નોન બીજેપી સહિતના ૧૫ રાજયો પ્રથમ વખત વાયબ્રન્ટ સમીટમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ નહીં પણ દેશના વિકાસ માટે તમામ પક્ષો જાણે એકજુટ થઈ કામ કરી રહ્યાં હોય તેવો પણ નજારો પ્રસ્થાપિત થશે તો નવાઈ નહી.
વિશાળ સ્તર પર વાયબ્રન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ જયારે ખરબો રૂપિયાના રોકાણો થશે તો જાણે રોકાણોના આંકડા નાના થાય તેવી પણ આશંકા સેવાઈ રહી છે જે ગુજરાત રાજય માટે ખૂબજ મહત્વપૂર્ણ અને ખૂબજ ઐતિહાસિક બની રહેશે.
૧૦૦ જેટલા પ્રાઈવેટ જેટો અમદાવાદની શોભા વધારશે
વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯નું જે આયોજન ગાંધીનગરના આંગણે તા.૧૮ થી ૨૦ જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે તેમાં ૧૦૦ જેટલા પ્રાઈવેટ જેટો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે તેમ સરકારી સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ તમામ પ્રાઈવેટ જેટોમાં મંત્રીઓ સાથો સાથ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારો, વિવિધ દેશોથી આવેલા ડેલીગેટસો સહિતના અન્ય લોકો પણ ગુરૂવારે એટલે કે, તા.૧૭ના રોજ ગુજરાતની ધરતી પર ઉતરાણ કરશે. જયારે માલ્ટા, ડેનમાર્ક, ચેક રિપબ્લિક, રવાન્ડા તથા ઉજબેકિસ્તાનના નેતાઓ પણ આ વાયબ્રન્ટ સમીટમાં પોતાનો અહમ ફાળો આપી સમીટમાં સક્રિય ભૂમિકા ભજવશે તેમ ઈન્ડેક્ષ્ટ ટીબીના એમડી રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું.
સરકારી સૂત્રો પ્રમાણે ૨૦૧૭માં યોજાયેલી વાયબ્રન્ટ સમીટમાં ૮૦ પ્રાઈવેટ જેટો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેકટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા અનેકવિધ રિકવેસ્ટો પ્રાઈવેટ જેટને સમાવવા માટેની આવી હતી.
જેને લઈ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૩૩ પ્રાઈવેટ જેટને સિટી એરપોર્ટ ખાતે સમાવવામાં આવશે અને બાકી રહેતા ૬૭ પ્રાઈવેટ જેટોને શહેર બાજુ આવેલા નિર્ધારીત કરેલા એરપોર્ટ પર તેમને ઉતરાણ કરવા માટેની અનુમતિ પણ આપવામાં આવી છે.