સ્વર્ગ ની અનુભૂતિ કરાવતું આ મંદિર ની ખાસ્યાત…
મંદિર એક એવું સ્થળ છે જ્યાં પગ મુકતાની સાથે જ એક શાંતિ નો એહસાસ થાય છે. જાણે પોઝીટીવ એનર્જી પ્રસરી હોય તેમ વિચાર શુધ્ધિ ની પણ અનુભૂતિ થાય છે ત્યારે જો એવું કહેવામાં આવે કે ભારત માં એક મંદિર એવું છે જ્યાં મનની શાન્તુની સાથે સાથે એક જગમાંગાત ની અનુભૂતિ પણ થાય છે. જ્યાં જવાથી તમને જમીન, છત, દીવાલ, બારીઓ, દરવાજા, પગથીયા દરેક ખૂણા માં ચમકતો દર્શાશે તો તે ખોટું નથી. જી, હા. અહી વાત થાય છે. તમિલનાડુ વેલ્લોર જીલ્લા માં આવેલું મહાલક્ષ્મી મંદિરની અહી જાણે ખરેખર વિશ્નુંપ્રિયા લક્ષ્મી ની કૃપા વરસી હોય તેમ આ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે. 2007માં બનાવામાં આવેલું આ મહાલક્ષ્મી મંદિર ની ખાસીયત ઓ છે કે તેના નિર્માણમાં અધધધ… ૧૫,૦૦૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવેલો છે. ૧૦૦ એકર માં પ્રસરેલા આ મંદિર ની ચારે બાજુ હરિયાળી જ હરિયાળી છે. અને વચ્ચે સોના થી જગમગતું આ મંદિર આવેલુ છે. ૩૦૦ કરોડના ખર્ચે બનેલા આ મંદિર ની બહાર એક તળાવ છે જેમાં દુનીઅભર ની નદીઓ નું પાણી આવે છે. જેનાથી આ તળાવ ને સર્વે તિર્થમ સરોવર નામ આપવામાં આવ્યું છે. જયારે મંદિરના નિર્માણમાં ૧૫૦૦૦ કિલો સોનાનો ઉપયોગ થયો છે તો રાત્રીના સમયે કુદરતી ચાંદનીની લીતમાં મંદિર નો નજારો ખરેખર સ્વર્ગલોક જેવો જ આદ્લાધક હોય છે. તેમજ મંદિર ની લાઈટીંગ પણ એ રીતે ગોઠવવામાં આવી છે જેનાથી મંદિર જાગારા મારતું દેખાય છે અને ખરેખર જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવીજ અનુભૂતિ કરાવે છે આ મંદિર નાનપણથીજ આપણે સ્વર્ગની પરીકલ્પનામાં રચ્યાપચ્યા હોઈએ છીએ કે સ્વર્ગમાં આવું હશે તેવું હશે અને જો ખરેખર આપણે સ્વર્ગ નો અનુભવ મેળવવો હોય તો તમિલનાડુ ના આ મંદિર ની મુલાકાત અચૂક લેવી જોય. સાથે સાથે ચારે બાજુ સોનું જ સોનું હોવાથી ત્યાં મનની શાંતિ સાથે સ્વર્ગની અનુભૂતિ પણ અહેસાસ પણ થયા વગર રહેતો નથી.