સાંજે કોર્પોરેશનનાં પટાંગણમાં ફુગ્ગાની રેડ રિબીન બનાવીને તેને આકાશમાં ખૂલ્લી મૂકી એઈડસને બાય-બાય કહેવામાં આવશે

વિશ્વભરમાં ૧ ડિસેમ્બરને વિશ્વ એઈડસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા એઈડસ જનજાગૃતી અભીયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના ધો.૯ થી ૧૨ના હજારથી વધુ છાત્રોએ એઈડસ રીબીન બનાવી હતી આ તકે આરોગ્ય અધિકારી પી.બી. રાઠોડ આરટીઓ ઈન્સ્પેકટર જે.વી. શાહ તથા શાળાના શિક્ષકગણો સહિતનાઓ હાજર રહ્યા હતા.3030 1અબતક સાથેની વાતચીત દરમિયાન એઈડસ પ્રિવેન્શન કલબના ચેરમેન અ‚ણભાઈ દવેએ જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં આવતીકાલે એઈડસ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે રાજકોટના વિરાણી સ્કુલના ધો.૮ થી ૧૨ના ૧૫૦૦ છાત્રોએ સુંદર રેડ રીબીન બનાવી અને માનવ સાંકળ રચીને રાજકોટના તમામ નગરજનોને જનજાગૃતીનો સંદેશ આપ્યો સાથોસાથ એઈડસ પ્રિવેન્સન કલબ, મનપાના આરોગ્ય શાખા તથા તમામ શૈક્ષણીક સંસ્થાના સથવારે આવતીકાલે કણસાગરા કોલેજ ખાતેથી રેલી યોજાશે. બપોર કે.જે. કોટેચાથી ૨૦૦૦ બહેનોનો સેમીનાર યોજાશે. સાંજે કોર્પોરેશનના પટાંગણમાં એક હજાર લાલ ફૂગાની સુંદર રેડ રીબીન બનાવીને આકાશમાં ખૂલ્લી મૂકવામાં આવશે અને એઈડસને બાય-બાય કરવામાં આવશે.2020 1અબતક સાથેની વાતચીત દરમિયાન વિરાણી હાઈસ્કુલના પ્રિન્સીપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતુ કે છેલ્લા ૭ વર્ષથી વિરાણી હાઈસ્કુલ દ્વારા એઈડસ ડેની પૂર્વ પ્રભાતે એઈડસ રીબીનનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિરાણી હાઈસ્કુલના ધો.૯ થી ૧૨ના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે.

એઈડસએ એવોરોગ છે જે મનુષ્યને ધીમેધીમે ભરડામાં લે છે.ત્યારે જનજાગૃતિના ભાગ‚પે એઈડસ પ્રિવેન્સ કલબ, રાજકોટ અને મનપા આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે વિરાણી હાઈસ્કુલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૪૦ જેટલા શિક્ષકોઓ જોડાયા છે. આ વખતનું એઈડસ લડતનું સૂત્ર છે. ‘નો યોર સ્ટેટસ’ અને એક જ ધ્યેય છે કે જનજન જાગે અને એઈડસ ભાગે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.