દેશની રાજધાનીમાં પ્રદુષણનું સ્તર ઘટાડવા ભંડોળનો ઉપયોગ કરી યોગ્ય પગલા લેવાની તાતી જરૂરિયાત
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. કેજરીવાલ સરકાર આ પ્રદુષણના સ્તરને ઘટાડવા ઓડ-ઈવન સહિતના નુસખાઓ તો અપનાવી રહી છે પરંતુ સ્વચ્છ હવામાન માટે એકઠું કરેલ ‚પિયા ૧૫૦૦ કરોડનું ફંડ વણવપરાયેલું છે. પ્રદુષણને ઘટાડવા આ ભંડોળનો ઉપયોગ જ કરાયો નથી તો પછી આમાં પ્રદુષણ કયાંથી ઘટે ?
દિલ્હી સરકારે આ ભંડોળનો ઉપયોગ કરી પ્રદુષણ ઘટાડવાના યોગ્ય પગલા લેવા અતિ આવશ્યક બન્યું છે. એક તરફ પ્રદુષણને નાથવા વાતો કરાય છે તો બીજી તરફ યોગ્ય પગલાના અભાવે તે માટેનું ભંડોળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેમાંથી ‚ા.૧૦૦૩ કરોડનું ભંડોળ એનવાયરોમેન્ટ કમ્પેન્જેશન ચાર્જ (ઈસીસી) પાસેથી મળેલું છે. વર્ષ ૨૦૧૫માં ઈસીસી પર સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો આદેશ કર્યો હતો તો બાકીનું ભંડોળ વેચાણકર્તાઓ પાસેથી મળેલું છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમે આપેલા આદેશ અનુસાર, ધી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (સીપીસીબી) ડીઝલ વિફેતાઓ પાસેથી ‚ા.૬૨ કરોડની ઉઘરાણી કરી હતી. ડીઝલ પરનો આ વેરો વર્ષ ૨૦૦૭માં સેઈલા દિક્ષીત સરકારે લાદયો હતો. જેનો મુખ્ય હેતુ પ્રદુષણને નિયંત્રિત કરવાનો છે. આ ફંડને દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (ડીપીસીસી) નિયંત્રિત કરે છે.
ગઈકાલે દિલ્હી સરકારે જણાવ્યું હતું કે, સરકાર આ ભંડોળનો ઉપયોગ બસોને ઈલેકટ્રીફાઈડ કરવામાં કરશે. જેથી ઈંધણનો ઉપયોગ ઘટવાથી પ્રદુષણમાં પણ ઘટાડો થઈ શકે. જોકે, હજુ આ માટે કેટલી બસો ખરીદાશે અને કેટલો ખર્ચ થશે તેની કોઈ જાણકારી નથી. આ ઉપરાંત, પ્રદુષણના સ્તરને ઘટાડવા પોલ્યુશન મોનીટરીંગ સેન્ટરો ઉભા કરાશે અને આ સેન્ટરોના આંતરમાળખા માટે તાજેતરમાં જ ઈઓઆઈએ એક અભ્યાસ કરી મંત્રણા કરી હતી.
અત્યાર સુધી વણવપરાયેલા રહેલા આ ‚ા.૧૫૦૦ કરોડના ગ્રીન ફંડનો ઉપયોગ કરવા તાતી જ‚રિયાત છે આ માટે પ્રદુષણને રોકવા લોકોમાં જાગૃતતા લાવવા, વાહનો ઈલેકટ્રીફાઈડ કરવા સહિતના પગલાઓ લેવા જોઈએ. જેથી પ્રદુષણ અન્ડર કંટ્રોલ કરી શકાય.