એસજીવીપી ગુ‚કુલના વિદ્યાર્થીઓ દ્વારા
ઋષિમુનિઓ દ્વારા પ્રવર્તીત આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા અદ્ભૂત છે. લૌકિક પ્રાપ્તિ સાથે પરલોકિક પ્રાપ્તિ સહેજે પ્રાપ્ત થાય અને જગતના વ્યવહાર સાથે અધ્યાત્મ સહેજે વણાય જાય.
એસજીવીપી ગુરુકુલમાં ચાલી રહેલ ધનુર્માસની કથા પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે યજ્ઞકુંડમાં અગ્નિદેવને આહુતિ આપવી એતો યજ્ઞ છે જ, પરંતુ સાથે સાથે ગરીબ ભૂખ્યા લોકોના જઠરાગ્નિને શાંત કરવો એ પણ યજ્ઞ છે. ચાલુ સાલે ધનુર્માસ નિમિત્તે એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થી ઓએ દ્વારા-પોતાના પોકેટ-મનીમાંથી રકમ બચાવીને જાતે જઇ એક માસ પર્યંત સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટેરા ખાતેના વૃદ્ધાશ્રમની મુલાકાતે જઇ તેમની જરુરિયાત પ્રમાણે ધાબળા વગેરે વસ્તુઓ અર્પણ કરવી, ઉવારસદમાં આવેલ અંધ અપંગશાળાના બાળકોને જરુુરિયાત વસ્તુનું વિતરણ કરવું, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરવું, દંતાલી પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવી, સિવિલ હોસ્પિટલમાં જઇ દરિદ્રીઓને ફ્રુટ તેમજ અન્ય વસ્તુનું વિતરણ કરવું આ રીતે ધનુર્માસ દરમ્યાન વૃધ્ધાશ્રમ, અંધ-અપંગશાળા વગેરેની મુલાકાત લઇ એસજીવીપી ગુરુકુલના વિદ્યાર્થી ઓ દ્વારા ૧૫૦૦ ધાબળાંઓનું વિતરણ કરાશે. આ ઉપરાંત ગૌપૂજન, સમૂહ મહાપૂજા, કાળુપુર મંદિરે પગપાળા દર્શને જવુ. ઠાકોરજીને ફળકુટ ધરાવી નજીકની શાળાઓના બાળકોને પ્રસાદી વહેંચવી. સમૂહ મંત્રલેખનનો કાર્યક્રમ, વગેરે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.