નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા
ગતિશીલ ગુજરાતની પ્રગતિશીલ સરકારના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા રાજકોટ તાલુકાના હરીપરથી જુના રાજપીપળા રોડ ૪ કિમી બીએસજી કાર્પેટ સિલકોટ નાળા કામના ૭૫ લાખ મંજુર થતા ધારાસભ્યે આભાર માન્યો છે. આ ઉપરાંત લોધીકા તાલુકાના નગરપીપળીયા દેવળા-છાપરા રોડ ૨ કિમી ૭૬ બી.એસ.જી. કારપેટ સીલકોટના ૨૫ લાખ તેમજ લોધીકાના સાંગણવાથી નવી મેંગણી ૩ કિમી રોડના ૫૦ લાખ માટી કામ નાળા કામ સીસીકામ તથા ડામર કામ (બીયુએસજી)ને મંજુરી મળતા તાલુકાના આગેવાન તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સે.વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, ભાજપ અગ્રણી મોહનભાઈ દાફડા, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ, મોહનભાઈ ખુંટ, હરભમભાઈ કુગશિયા, લાખાભાઈ ચોવટીયા, છગનભાઈ વિગેરે આગેવાનો તેમજ બન્ને તાલુકાની જનતાએ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો આભાર વ્યકત કર્યો હતો.