આજે સવારે કાબુલ એરપોર્ટના દરવાજા બહાર ભેગા થયેલાં ટોળાં પર તાલીબાનોએ ઘોંસ બોલાવી સાથે લાવેલા વાહનોમાં બેસાડી અજ્ઞાત સ્થળે ઉપાડી જવાયાના અહેવાલથી જગતમાં ફેલાયેલી ચિંતા બાદ રાહતના સમાચાર
અમેરિકાએ અફઘાનીસ્તાનમાંથી સૈન્ય પાછુ લીધાનાં નિર્ણયની જાહેરાત સાથે જ મેદાનમાં ઉતરેલાં તાલીબાનોએ પાંચ જ દિવસમાં 85 ટકાથી વધુ અફઘાનીસ્તાન પર કબ્જો કરી લીધો છે. હવે રાજદ્વારી રીતે વિશ્ર્વ સમાજ પાસે માન્યતા મેળવવા માટે તાલીબાનોએ શરૂ કરેલા પ્રયાસોને પોતાની ધર્માધ છબીને સુધારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. દરમિયાન આજે કાબુલ એરપોર્ટના દરવાજા બહારથી મોટા ભાગે ભારતીયો સાથે કુલ 150 લોકોને ઉપાડી લેવાના આવ્યા હોવાના અહેવાલને ભારત સહિત સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી હતી.
ભારતીય વાયુ સેનાના સી-130 વિમાનમાં કાબુલથી 85 ભારતીય નાગરિકોને લઇ આવ્યા બાદ વિમાન તજાકીસ્તાનમાં લેન્ડ કરાયું છે. હજુ વધુ નાગરિકોને લઇ આવવા માટે મોટું વિમાન સી-17 તૈયાર રાખ્યું છે. દરમિયાન આજે સવારે એરપોર્ટ પાસે એકઠાં થયેલાં લોકોને વાહન મારફત તાલીબાનોએ કોઇપણ જાતની આગોતરી સુચના આપ્યા વગર ક્યાંક અજ્ઞાત સ્થળે લઇ ગયાંની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. અપહરણ કરી જવાયેલા 150માંથી 100થી વધુ ભારતીય નાગરિકો ઉપરાંત અફઘાની નાગરિકો સહિત લોકો વિદેશ જવા માટે હમિદ કરજાઇ એરપોર્ટ કાબુલ તરફ જઇ રહ્યાં હતાં.
150 લોકોને ક્યાં લઇ જવાયાં છે તેની જાહેરાત કરવામાં આવી ન હતી અને તમામના ફોન જપ્ત કરી લેવાયાં હતાં. જો કે આ અંગે તાલીબાનોએ જણાવ્યું હતું કે તાલીબાનો દ્વારા કોઇને ક્યાંય લઇ જવાયાં નથી. તેવી જાહેરાત કરવામાં આવી હતી. તાલીબાન તંત્ર દરેક નાગરિકની સુરક્ષાને અગ્રતા આપે છે.
કાબુલ એરપોર્ટ પરથી ઉપાડી લેવાયેલાં 150 નાગરિકોને ક્યાં રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં આવી ન હતી. દરમિયાન અફઘાનીસ્તાનમાં કેટલાંક વિસ્તારોમાં તાલીબાનો સામે સ્થાનિક લોકોએ શસ્ત્ર ઉ5ાડી લીધા છે અને કેટલાંક વિસ્તારોમાં તાલીબાનોને પીછેહઠની પરિસ્થિતિમાં મૂકાઇ તેવા સંજોગોમાં 150 નાગરિકોની અપહરણની આ ઘટનામાં તાલીબાનોએ વિદેશી નાગરિકોને બાનમાં લીધા છે કેમ ? અથવા તો તાલીબાનોને બદનામ કરવા માટે અન્ય જૂથ 150 ઉપાડી ગયું છે કે કેમ ?? તે પ્રશ્ન વચ્ચે કલાકો બાદ સત્તાવાર તાલીબાનોએ જાહેરાત કરી હતી કે ભારતીયો સહિત તમામ 150 વ્યક્તિઓને પાસપોર્ટ વેરીફિકેશન માટે લઇ જવાયા હતા. તમામને કાબુલ એરપોર્ટ પર તાલીબાનોએ જ પાછા મૂકી ગયાં હતાં. આ ડ્રામા બાદ તમામે રાહતનો દમ લીધો હતો.