૧૮૭૪માં બ્રિટીશ ગર્વનમેન્ટે વિનામૂલ્યે મંદિર માટે જમીન આપી હતી આ જગ્યા આસપાસ ૬૦ વર્ષ પહેલા સાતમ-આઠમનો મેળો ભરાતો હતો મંદિરના જ પ્રાંગણમાં હોસ્પિટલ હોય તેવું પ્રથમ મંદિર છે
આપણાં રાજકોટમાં વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે.જયાં હજારો શ્રધ્ધાળું ધર્મપ્રેમી ભાવિકો પૂજન-અર્ચન આરાધના કરે છે.
આજથી ૧૪૬ વર્ષ પહેલા અંગ્રેજી સરકારે મંદિર હેતુ માટે જમીન વિનામૂલ્યે આપતા અહી પંચનાથ મહાદેવ મંદિર ૧૮૭૪ની સાલમાં નિર્માણ થટેલ હતુ. ૧૯૭૦ની આજુબાજુ મંદિરના ટ્રસ્ટ બનતા તેમાં સુધારા-વધારા કરવામાં આવેલા છે.
આ મંદિર આસપાસ ૬૦ વર્ષ પહેલા સાતમ-આઠમનો મેળો ભરાતો હતો. બાદમાં શાસ્ત્રીમેદાનમાં મેળો લોક સુવિધા માટે સ્થળાંતર કરાયો હતો.
‘પંચનાથ’ મંદિરમાં પ્રથમ પાંચ ભગવાન હતા જેમાં મહાદેવ-માતાજી-રામ-લક્ષ્મણ જાનકી, શીતળામાં અને ગાયત્રીમાં એમ પાંચ હોવાથી પંચનાથ મંદિર કહેવાયું અહી શ્રાવણ મહિને દરરોજ અંદાજે ૨૫ હજાર જેટલા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. રૂટીંગ દિવસોમાં ૫ થી ૭ હજાર ભકતો દર્શનાર્થે આવે છે.
શ્રાવણી અમાસ ‘પંચનાથ મહાદેવ’ના ફૂલેકા ઉત્સવમાં પણ હજારો શ્રધ્ધાળુ જોડાય છે. દર વર્ષે શ્રાવણી આયોજનમાં ૧૧॥ થી ૧૨॥ બપોર મહાપૂજા સવાર સાંજ આરતી બપોરે બ્રહ્મભોજન રાત્રે ધૂન-ભજન જેવા ધાર્મિક ઉત્સવો રંગેચંગે ઉજવાય છે. પણ આ વર્ષે લોકડાઉન-સામાજીક અંતર જેવી સમસ્યાને કારણે તેમાં ફેરફારો કરાયા છે. દર વર્ષે ઘીની મહાપૂજા થાય છે.તે પણ આ વર્ષે બંધ રખાય છે.
આ મંદિરની પૂજન વિધિમાં એક જ પરિવાર છેલ્લા ચાર પેઢીથી પૂજારી તરીકે કાર્યરત છે.
ધાર્મિક ઉત્સવોમાં પણ કોરોના ઈફેકટ
લગભગ બધા જ મોટા મંદિરો આ વર્ષે ઉજવણીમાં ઘણો ફેરફાર જોવા મળે છે ત્યારે પંચનાથ મહાદેવ મંદિરે પણ ફૂલેકા ઉત્સવ-ઘીની મહાપૂજા કૃષ્ણ જન્મોત્સવ જેવા ભવ્ય તહેવારોની ઉજવણીમાં બહુભીડ ન થાય ને સામાજીક અંતર જળવાય તેરીતે પરંપરાથી ઉજવણી કરવામાં આવશે અમુક આયોજન તો આ વર્ષે રદ કરાયા છે.
મંદિરની બાજુમાં જ અદ્યતન હોસ્પિટલ
પ્રમુખ દેવાંગ માંકડની આગેવાનીમાં નામાંકિત ટ્રસ્ટીઓનાં સથવારે પંચનાથ મહાદેવ મંદિરમાં જ અને હવે બાજાુમાં વિશાળ હોસ્પિટલ નિર્માણ થઈ ગઈ છે. મંદિરમાં જ માનવ સેવા સમી રાહતદરની હોસ્પિટલ હોય તેવું આ પ્રથમ મંદિર છે.જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ પંચનાથ મહાદેવ મંદિર છેલ્લા ૧૪૬ વર્ષથી લોકોનાં હૃદયમાં ‘આસ્થા’ના કેન્દ્ર સમુ જોડાયેલ છે. અહીં શ્રાવણત્સવની ‘આરતી’નો મહિમા અનેરો છે. અહી હજારો શ્રધ્ધાળુ અખુટ શ્રધ્ધા સાથે દેવોનો દેવ ‘મહાદેવ’ના દર્શનાર્થે આવે છે.