નારિયેળ વિકાસ બોર્ડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સયુંકત ઉપક્રમે 6 દિવસીય તાલીમ અપાઈ

જૂનાગઢમાં જિલ્લામાં પ્રથમ વખત 6 દિવસીય ’કોકોનેટ હેન્ડીક્રાફ્ટ બેઝિક ટ્રેનિંગ પ્રોગ્રામ’ નું તા. 23 થી 28  ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામીણ અને શહેરની મહિલા સ્વ-સહાય જૂથની  કુલ 15 બહેનોએ તાલીમ મેળવી, સૂકા નારિયેળની કાચલી (ખોપરા) માંથી  વેસ્ટમાંથી બેસ્ટ એવી અવનવી પ્રોડક્ટ સહિતની અનેક ઈકો ફ્રેન્ડલી-પ્રાકૃતિક વસ્તુઓ બનાવતી થઈ છે.

નારિયેળ વિકાસ બોર્ડની કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સયુંકત ઉપક્રમે જુનાગઢ સ્થિત નારિયેળ વિકાસ બોર્ડની કચેરી, બહુમાળી ભવન ખાતે આયોજિત આ તાલીમમાં ગ્રામીણ અને શહેરની મહિલા સ્વ-સહાય જૂથના  કુલ 15 બહેનોને  6 દિવસ સુધી તાલીમ મેળવી સૂકા નારિયેળની કાચલી (ખોપરા) માંથી  વેસ્ટમાંથી બેસ્ટ અવનવી પ્રોડક્ટ જેમાં પૂજાપાઠની વસ્તુઓ, હોમ ડેકોરેશન, પેન બોક્સ, કાર્ડ બોક્સ, મોબાઈલ સ્ટેન્ડ, કપ, જાર, ફુલદાની, સાબુ સ્ટેન્ડ, આઈસ્ક્રીમ કપ  સહિતની અનેક ઈકો ફ્રેન્ડલી-પ્રાકૃતિક વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બિહારથી હેન્ડીક્રાફ્ટ એક્સપર્ટ ટ્રેનર નિકુંજ બિહારી પાસેથી નાળિયેરની કાચળીમાંથી અનેકવિધ હસ્ત શિલ્પની  વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી. તથા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને ટુલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બહેનો આગામી સમયમાં આ હસ્તકળાની મદદથી વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરી શકે તેમને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે નારિયેળ વિકાસ બોર્ડ અને ડીઆરડીએ દ્વારા પ્રયાસો હાથ ધરાશે. સફળ બનાવવા નારિયેળ વિકાસ બોર્ડ જૂનાગઢના  ટેક્નિકલ ઓફિસર રાઘવેન્દ્ર  અને ડીઆરડીએના એપીએમ અર્જુન ક્રિષ્ન આહિર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.