ઈસ્ટઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: ‚રૂ .૯ લાખની બજાર કિંમતની ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ
કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા ખટારા સ્ટેન્ડમાં ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. જેમાં દુકાન, ભોજનાલય, કાચા-પાકા ઝુંપડા, છાપરા અને ઓટલા સહિત ૧૫ દુબાણો દુર કરી બજાર કિંમત મુજબ ૯ લાખ ‚પિયાની આશરે ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે સવારે હા ધરવામાં આવેલા ડિમોલીશનમાં વોર્ડ નં.૬માં ખટારા સ્ટેન્ડમાં પ્લોટ નં.૧૦૬માં નિર્મળાબેન વિનોદભાઈ સવજાણીયા દ્વારા ૧૦ ચો.મી.જમીનમાં ખડકી દેવાયેલું એક દુકાનનું દબાણ, પ્લોટ નં.૧૩૨ની આજુબાજુમાં રવિભાઈ વશરામભાઈ ચોવટીયા દ્વારા બનાવવામાં આવેલું ભોજનાલયનું દબાણ, ખટારા સ્ટેન્ડના આંતરીક રસ્તાઓ ઉપર છ છાપરા અને છ ઝુંપડાનું દબાણ તા વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પર આવેલા સદ્ગુરુ સાંનિધ્ય કોમ્પલેક્ષમાં માર્જીનની જગ્યામાં શિવ ફાસ્ટફૂડ દ્વારા આશરે ૫ ચો.મી. ખડકી દેવામાં આવેલું ઓટલા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ડિમોલીશન દરમિયાન કુલ ૧૫ દબાણ દુર કરી બજાર કિંમત મુજબ ૯ લાખ ‚પિયાની ૯૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વિજીલન્સ બંદોબસ્ત સો ડિમોલીશનની કામગીરી હા ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.