જયશ્રી રામ

રામાયણ સર્કિટ અંતર્ગત રૂ.૧૫૦ કરોડથી પણ વધુની પરિયોજનાને મંજુરી

અયોઘ્યા રામમંદિરનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી અટવાયેલો છે ત્યારે હવે રામાયણકાળના ૧૫ સ્થળોને સીમાંકન કરવાની તૈયારીઓ થઈ રહી છે. પર્યટન વિભાગે સંસદને જણાવ્યું કે, રામાયણ સર્કિટ અંતર્ગત વિકાસ માટે૧૫ સ્થળોને સીમાંકન કરવામાં આવ્યા છે.

શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં પુછાયેલા એક પ્રશ્રના જવાબમાંપર્યટન મંત્રી કે.જે.અલ્ફોન્સે કહ્યું કે,રામાયણ સર્કિટ પર્યટન વિભાગની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિકાસ માટે પસંદ કરાયેલા ૧૫ સર્કિટોમાંનું એક છે. પ્રવાસન મંત્રાલયે શરૂઆતમાં રામાયણ સર્કિટ વિષય અર્થાત અયોઘ્યા, નંદીગ્રામ, શ્રૃંગપુરઅને ચિત્રકુટ (ઉતરપ્રદેશ), સીતામઢી,બકસર તેમજ દરભંગા (બિહાર), ચિત્રકુટ (મધ્યપ્રદેશ), મહેન્દ્રગીરી(ઓરિસ્સા), જગદલપુર સહિત ૧૫ વિકાસ સ્થળોની પસંદગી કરી હતી. છતીસગઢ, નાસિક અને નાગપુર,ભદ્રચલમ, હમ્પી અને રામેશ્ર્વરમનો પણ સમાવેશ કરવામાંઆવ્યો છે અને આ સર્કિટ અંતર્ગત ૧૫૦ કરોડથી પણ વધારે બે પરી યોજનાઓની મંજુરી આપવામાંઆવી છે.

ઉલ્લેખનીય છે કે ગત બે વર્ષ દરમિયાન સ્વીકૃત પરિયોજનાઓ ૧૩૩.૩૧કરોડ રૂપિયાની લાગતથી અયોઘ્યાના વિકાસ અને બૌઘ્ધ સર્કિટ તેમજ રામાયણ સર્કિટમાં રોડ રસ્તાની સુવિધાઓ અને વિકાસ, વારાણસી ગયા, લખનઉ,અયોઘ્યા, લખનઉ, ગોરખપુર,કુશીનગર કુશીનગર ગયા કુશીનગર ૨૦૧૮-૧૯નો સમાવેશથાય છે.

મહત્વનું છે કે હિન્દુઓ માટે રામમંદિર અને રામાયણ સાથે જોડાયેલા સ્થળો ખુબ જ પૂજનીય છે. રામાયણ કાળ દરમિયાન જે-જે સ્થળો પર ભગવાન શ્રીરામે વિચરણ કર્યું છે તે જગ્યાના દર્શન કરવા અને તેજગ્યા જોવા માટે લોકો ખુબ જ ઉત્સુક હોય છે અને આ જગ્યાઓને પર્યટન વિભાગ અંતર્ગત ડેવલપ કરવામાં આવે તો પ્રવાસનની આવક પણ વધી શકે છે અને ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા કેટલાક મહત્વના સ્થળોનો વિકાસ થતા ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે છે.

સરકારે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત રામાયણ સર્કિટ વિષય મુજબવિકાસ માટે ૧૫ ગંતવ્યોને સીમાંકન કર્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળ સરકાર સાથે સંયુકતરૂપે જનકપુર (નેપાળ) અને અયોઘ્યા(ભારત) વચ્ચે સીધી બસ સેવાનું પણ ઉદઘાટન કર્યુંહતું જેને લઈ બંને દેશોના ધાર્મિક પ્રવાસમાં વધારો થાય. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.