વડોદરાથી કચ્છ જતી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા વહેલી સવારે સજાર્યો અકસ્માત: અમદાવાદ અને કચ્છ જિલ્લાના મુસાફરોને મોરબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
હળવદ-માળીયા હાઇવે પર આવેલા વાધરવા નજીક વહેલી સવારે ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘવાતા તમામને સારવાર માટે મોરબી સારવાર માટે દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વડોદરાથી કચ્છ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લકઝરી બસ વહેલી સવારે માળીયા મિયાણા નજીક વાધરવા ગામ પાસે પહોચી ત્યારે બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ જતા તેમાં મુસાફરી કરતા અમદાવાદ, ધોળકા, આણંદ, આદિપુર, અંજાર અને ગાંધીધામના મુસાફરો ઘવાતા તમામને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વડોદરાથી કચ્છ જઇ રહેલી લકઝરી બસમાં કુલ 31 મુસાફરો હતા તે પૈકીના 15 મુસાફરો ઘવાયા હતા અને કોઇ જાન હાની થઇ ન હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ટોળા એકઠા થઇ ગયા હતા. વઘાવેયાલ મુસાફરોની વ્હારે આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ માળીયા અને હળવદ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો.
ઈજાગ્રસ્તોના નામ
(1) વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (ઉ.વ. 42) , રહે . ધોળકા
(2) વિનુભાઈ પરમાર (ઉ.વ.45) રહે . અમદાવાદ
(3) વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (ઉ.વ.23) રહે.અમદાવાદ
(4) ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (ઉ.વ.24) રહે . આણંદ
(5) સૌરભ સોની (ઉ.વ.30) રહે. બરોડા,
(6) દિપક પરસોત્તમ આણંદદાની (ઉ.વ.34)
(7) કલ્પના દિપક આણદાની(ઉ.વ.34)રહે.આદિપુર
(8) રવિભાઈ પટેલ (ઉ.વ.31) રહે. અંજાર
(9) ઇરસાદભાઈ આલમભાઈ (ઉ.વ.32) રહે.ગાંધીધામ
(10) દિનેશભાઇ કાંતિલાલ (ઉ.વ.58)રહે.કચ્છ
(11) કાનો દિનેશભાઇ (ઉ.વ.19)રહે.અમદાવાદ
(12) દિગ્વિજયભાઈ કાનભાઈ (ઉ.વ.5) સામીખિયારી અને
(13) લીલાબેન રાજેશભાઇ (ઉ.વ.40)રહે.ગાંધીધામ નામના મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.
જો કે, સદભાગ્યે આ અકસ્માતમા કોઈ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે.