ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી આશરે ૧૭૦ જેટલી પેસેન્જર બોટ પૈકીની વધુ ૧૫ બોટો દ્વારા ફેરી બોટના નિયમોની વિરુધ્ધ ઓવર કેપેસીટીમાં પેસેન્જરો ભરાતા હોવાની વ્યાપક ફરિયાદોને અનુલક્ષીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા કુલ ૧૫ ફેરી બોટના ગેરરીતિ થતી હોવાનું માલુમ પડતા તમામ ૧૫ બોટોના લાયસન્સ ૧૫ દિવસ માટે રદ્દ કરી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા માટે સુરતા પ્રમાણમાં લાઈફ જેકેટ કે અન્ય સુવિધાઓ પણ ન હોવાનું માલુમ પડયું છે. આ સાથે રૂ.૫૦૦નો રોકડ દંડ પણ બોટ માલિકો પાસેથી વસુલવામાં આવ્યો છે. આ સાથે બોટ ચાલકોને કડક ચેતવણી આપતા જી.એમ.બી.ના અધિકારીઓએ ભવિષ્યમાં આવી બોટો દ્વારા નિયમનું ઉલ્લંઘન કરાશે તો તેમના લાયસન્સ કાયમ માટે પણ રદ્દ કરવામાં આવી શકવાની સ્પષ્ટ ચેતવણી સહિતની કડક સુચના બોટ માલીકોને આપવામાં આવી છે.