વિશ્વમાં 10 કરોડથી વધુ દિવ્યાંગ બાળકો !!
આ વર્ષની થીમ: કોવિડ-19 પછીના સર્વ સમાવેશક, સુલભ અને ટકાઉ વિશ્વ તરફ વિકલાંગ વ્યકિતનું નેતૃત્વ અને સહ ભાગિતા
ધો. 1 થી 1ર માં શહેર જીલ્લામાં ભણી રહ્યા છે 4140 છાત્રો…
સમગ્ર શિક્ષાના આઇ.ઇ.ડી. વિભાગ દ્વારા શાળામાં નોરમલ બાળકો સાથે દિવ્યાંગ બાળકો ધો. 1 થી 1ર માં હાલ શહેર જીલ્લામાં 4140 જેવા અભ્યાસ કરી રહ્યા છે. તેમની સ્કીલ ડેવલપ કરવા રીસોર્સ રૂપ પણ શહેર જીલ્લામાં કાર્યરત છે. જેમાં સ્પેશિયલ એજયુકેટરો તેમને પ્રેમ હુંફ અને લાગણી સાથે શ્રેષ્ઠ સંર્વાગી વિકાસ કરી રહ્યા છે. હાલ દેશમાં ર1 પ્રકારની દિવ્યાંગતા સરકારે માન્ય કરી છે. તેમના માટે ખાસ પ્રકારની શાળા પણ રાજકોટમાં ઉપલબ્ધ છે.
આજનો દિવ્યાંગ દિવસ તે લોકો પ્રત્યે કરૂણાં, આત્મ સન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્ેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં 1992 થી ઉજવાય રહ્યો છે. વિશ્વમાં હાલ 10 કરોડથી વધુ વિકલાંગ બાળકો જીવી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર વરસથી તેમના માટે ‘દિવ્યાંગ’ શબ્દ ચલણમાં આવતા તેમને માનભેર સ્થાન આપવાનો આપણા દેશમાં સક્રિય પ્રયાસ થઇ રહ્યો છે.
આંતર રાષ્ટ્રીય સ્તર પર આજે વિવિધ આયોજન સમગ્ર વિશ્વમાં ઉજવાય રહ્યા છે ત્યારે વિશ્વની 15 ટકા વસ્તી વિકલાંગતા સાથે જીવે છે. કુલ વિકલાંગ વસ્તીના 80 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. આવા લોકોની વિવિધ સમસ્યા પરત્વે તેમની ઘણી સંસ્થાઓ આજે કાર્યરત છે.
તેમની સ્કીલ ડેવલપ કરીને તેને પગભર કરીને ગુણવતા સભર જીવન જીવવા પ્રેરણા અપાય છે.હાલના વાતવરણમાં દિવ્યાંગ લોકો વૈશ્ર્વિક સમસ્યાઓ જેવી કે આરોગ્ય, સામાજીક અને આર્થિક પરિણામોથી અપ્રમાણસર અસરગ્રસ્ત થાય છે. આજ કારણે આ વર્ષની થીમ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આજના દિવસની ઉજવણી મુખ્યહેતુ સમાજના તમામ ક્ષેત્રોમાં આવા લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે.
પ્રારંભે સમગ્ર વિશ્વમાં 1983 થી 1992 સુધી કાર્ય થયા બાદ આજનો દિવસ ઉજવાય રહ્યો છે. વિકલાંગ લોકો ખરાબ સ્વાસ્થ્ય, શિક્ષણમાં સમાન તકોના અભાવ સાથે જીવે છે, અને કયારેક તો કામના સ્થળે પીડાય છે. તેમની જીવનશૈલી તેમજ શારીરિક સુખાકારીને પણ વિવિધ પરિબળો અસર કરે છે ત્યારે આજનો દિવસ તેમની સમસ્યાઓ વિશે વિશ્વને જાગૃત કરે છે.
એક વિકલાંગ તરીકે પોતાનો સંર્વાગી વિકાસ કરીને પ્રેરણા આપનારમાં જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રન, પદ્મશ્રી અને 1998માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એવોર્ડ મેળવનાર એચ. બોનીફેસ પ્રભુ અને માઉન્ટ એવરેસ્ટ કોઇની પણ સહાનુભૂતિ વગર સર કરનાર અરૂણીમા સિંહા તેમના જેવા દિવ્યાંગો માટે શ્રેષ્ઠ રોલ મોડલ તરીકે ઉભરી આવ્યા છે. આજે દુનિયાભરમાં દિવ્યાંગ લોકોના અવરોધો અને મુશ્કેલીને નાબુદ કરવા સૌ કટિબઘ્ધ થાય, જાગૃત થાય તે માટે ઉજવણી થઇ રહી છે.
દિવ્યાંગની વિવિધ 21 કેટેગરી
રાજકોટ શહેર જીલ્લામાં દિવ્યાંગની વિવિધ ર1 કેટેગરી પૈકીમાં ટોપ ફાઇવમાં માનસિક દિવ્યાંગતા, ઓર્થોપેડીક ડિસેબીલીટી, આંખની ખામી, શ્રવણને લગતી મુશ્કેલી અને સી.પી. ચાઇલ્ડ મુખ્યત્વે જોવા મળી રહી છે. ઓટીઝમના બાળકો સાથે હાલમાં લર્નીંગ ડિસેબીલીટીની સમસ્યા પણ વધુ જોવા મળી રહી છે.