ગુજરાતમાં આવેલા ‘તાઉતે’ વાવાઝોડાએ મચાવી તબાહી વચ્ચે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આજના યુગમાં લાઈટ વગર જીવવું અશક્ય છે. લાઈટ ના હોવાથી અમરેલીના જાફરાબાદના લોકોએ એક નવો રસ્તો કાઢી ફોને અને બેટરીઓ ચાર્જિંગ કરવા લાગ્યાં.
અમરેલીના જાફરાબાદમાં મીની ટેક્ટર મારફતે વીજળી મેળવી એક બોર્ડ માંથી 15 લોકો ચેંજિંગ કરતા હોય તેવો વિડિઓ ખુબ વાયરલ થયો છે. આ વિડિઓમાં તમે જોય શકો છો કે, બધા લોકો વચ્ચે એક મોટું બોર્ડ રાખી બધા તેમાંથી ચાર્જિંગ કરે છે.
આ એક અનોખો પ્રયોગ જોઈ લોકો શીખ્યા કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ માનવ ધારે તો તેમાંથી પણ રસ્તો કાઢી શકે છે. આ વિડિઓમાં લોકો મોબાઇલ અને બત્તી જેવા સાધનો ચાર્જિંગ કરી રહ્યા છે.