કોઠારીયામાં રૂ.24.72 કરોડના ખર્ચે બનેલા 15 એમએલડીની ક્ષમતાના એસટીપીનું પણ વડાપ્રધાનના હસ્તે ગુરુવારે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મલ્ટી લેવલ ફ્લાયઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરાશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું કે,આગામી ગુરુવારે વડાપ્રધાનના હસ્તે

મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રૂ.129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજ, કોઠારીયા વિસ્તારમાં રૂ.24.72 કરોડના ખર્ચે 15 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે રૂ.29.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી રૂ.41.71 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું ઉપરાંત રૂ.8.39 કરોડના ખર્ચે વોર્ડ નં.6માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ થશે.

વોર્ડ નં.6માં 1596.63 ચો.મી.પ્લોટ એરિયામાં 45,136.44 ચો.ફુટ બાંધકામ કરાયું છે.જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સીડી લિફ્ટ કવર્ડ પાર્કિંગ, સિક્યુરિટી રૂમ, લગેજ રૂમ તેમજ ટોયલેટ,ફર્સ્ટ ફ્લોર પર બુક ઈશ્યુ, રીટર્ન કાઉન્ટર, લાઈબ્રેરિયન ઓફીસ વિથ એન્ડ ટોઇલેટ આસી. લાઈબ્રેરિયન ઓફીસ, સ્ટાફ રૂમ, ન્યુઝ પેપર રીડીંગ એરિયા, જનરલ રીડીંગ એરિયા ફોર બોયસ, કિડ્સ એરીઆ, ટોયસ લાઈબ્રેરી, કોન્ફરન્સ રૂમ, રીસેપ્શન કાઉન્ટર એરિયા, સ્ટાફ રૂમ વિથ એટેચ્ડ ટોઇલેટ લેડીસ અને જેન્ટસ ટોઇલેટ યુનિટ, સ્ટોરેજ રૂમ કિડ્ઝ પ્લે એરિયા (ટોય સ્ટોરેજ, બુક સ્ટોરેજ, મેઈન કાઉન્ટર, આકર્ષક ટ્રી ટોય ટ્રેન), મીટીંગ રૂમ વિથ સ્માર્ટ ટીવી, રીડીંગ એરિયા અને ડેકોરેટીવ બ્રિક પાર્ટીશન વોલઅને મેગેઝીન રીડીંગ એરિયા વિથ હેન્ગીંગ લાઈટ્સ મેગેઝીન ડિસ્પ્લે યુનિટ, મલ્ટી મીડિયા રૂમ વિથ વાઈ ફાઈ કનેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર સીડી ડીવીડી ડિસ્પ્લે યુનિટ, કિયોસ્ક જેવી સુવિધાઓ તેમજ સેક્ધડ  ફ્લોર પર મહિલાઓ માટે બુક સ્ટોરેજ એરિયા, જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનિટ અને  સ્ટોરેજ રૂમ થર્ડ ફ્લોર પર ભાઈઓ માટે કોન્ફરન્સ રૂમ વિથ પ્રોજેક્ટર વિથ પોડિયમ ટેબલ્સ ચેર્સ અને સ્ક્રીન બુક સ્ટોરેજ એરિયા (વોલ માઉન્ટેડ અને રેક ટાઈપ) જનરલ રીડીંગ એરિયા અને બોક્ષ ટાઈપ રીડીંગ અને રાઈટિંગ યુનિટ, સ્ટોરેજ એરિયા વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.

આ ઉપરાંત સરકારની અમૃત-1 યોજના અંતર્ગત રૂ.20.74 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોનના, વોર્ડ નં.18 કોઠારીયા ખાતે, એનિમલ હોસ્ટેલની બાજુમાં 13,887 ચો.મી. જગ્યામાં 15 મીલીયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટ ક્ષમતા સાથે, સિક્વેંસિયલ બેચ રીએક્ટર ટેકનોલોજી ધરાવતો સંપૂર્ણ સ્કાડા સંચાલિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે.

આ પ્લાન્ટથી વોર્ડ નં.18 અને વોર્ડ નં.12ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજીત 2 લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે.આ યોજનાથી આજી નદીમાં ભળતા 15 મિલિયન લીટર પ્રતિ દિન ગંદા પાણીનું શુદ્ધિકરણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.