ફીટ અને હિટ રહેવા ર૦૦ થી વધુ લોકોએ ચેલેન્જ સ્વીકારી
રંગીલા રાજકોટવાસીઓ હરવા ફરવા તથા ખાવા પિવાના ખૂબ જ શોખીન હોય છે. તેવી જ રીતે પોતાની ફીટનેસનું પણ ઘ્યાન રાખે છે. રાજકોટના અમીનમાર્ગ પર આવેલ એમ.ઝેડ ફીટનેસ સેન્ટર દ્વારા રાજકોટવાસીઓને સતત ત્રીજી વખત ફીટનેસ ચેલેન્જ આપવામાં આવી છે. બે સીઝનની ભવ્ય સફળતા બાદ તા.૧ જાન્યુઆરી થી ૧પ દિવસ માટે ફીટનેસ ચેલેન્જ આપવામાં આવી હતી. ત્યારે ચેલેન્જના છઠ્ઠા દિવસે ઘણા લોકોએ પોતાનો વેઇટ ૩ થી ૪ કિલો લોસ કર્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહએ જણાવ્યું હતું કે શિયાળામાં લોકો હેલ્થ કોન્સીઅસ હોય છે. તથા શિયાળામાં બધા એકસરસાઇઝ કરતાં હોય ત્યારે એમ ઝેડ ફિટનેસ સેન્ટર દ્વારા ૧પ દિવસમાં પાંચ કિલો વેઇટ લોસ થાય તેની ચેલેન્જ સમગ્ર રાજકોટને આપવામાં આવી છે. ત્યારે ર૦૦ થી વધુ લોકોએ આ ચેલેન્જમાં ભાગ લીધો છે. અને અહિયાના ટ્રેનર દ્વારા અમને એકસસાઇઝ , ડાયેટ માટે ગાયડન્સ આપે તથા વેઇટ લોસ કંઇ રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપે છે. ૧ જાન્યુઆરીથી આ ફીટનેસ ચેલેન્જ શરુ થયો હતો આ છઠ્ઠો દિવસ છે. ત્યારે ઘણા બધા લોકોનું ૪ કિલો, જેટલું વજન ટુકા ગાળામાં ઘટાડયું છે. તેમજ ૧પ દિવસના આ ચેલેન્જ દરમિયાન અમારા ગોલ મુજબ અમે વર્ક આઉટ કરીએ છીએ. જે આપણે સ્વસ્થ હશું તો આપણે સમાજને ફીટ રાખી શકીશું. ડોકટર તરીકે હું આ ખુબ સારી રીતે સમજું છું. તેથી હું વધુને વધુ સ્વસ્થ રહેવા માટે હેલ્થી ડાયર તથા એકસરસાઇડ કરું છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન અેમ.ઝેડ ફિટનેશ સેન્ટરના ટ્રેનર કોટડીયા તૃષાએ જણાવ્યું હતું કે અત્યારે ૧પ દિવસ માટે ફીટનેસ ચેલેન્જ ચાલી રહ્યુ: છે. તેમાં પ કીલો વેઇટ લોસનો ટાગેટ આપવામાં આવે છે. તથા ઘણાને પોતાનો અલગ ટાર્ગેટ હોય તે મુજબ અમે દરરોજ અલગ વર્કઆઉટ કરાવી. જેમ કે કાર્ડિયો ચાર કે પાંચ દિવસ દરમિયાન લોકોને ઘણું સારું રિઝલ્ટ મળેલ છે જેમ કે કોઇનું ૪ કિલો તો કોઇનું ૩.૫ કિલો વેઇટ લોસ થયો છે. તથા બાળકોની બેંચમાં પણ ૩ કિલો વેઇટ લોસ થયો છે. આ ફીટનેસ ચેલેન્જમાં નાના બાળકોથી લઇ મોટા સૌ કોઇ જોડાયા છે. અને બધા ખુબ જ સારું વર્ક આઉટ કરે છે.