ખેડુતોમાં રોષ ફેલાયો: હજારો લીટર પાણીનો વેડફાટ: ખેડુતોના ઘઉંના પાકને ભારે નુકશાન થવાની ભીતિ

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પાણી માટે હાલ ખૂબ તંગી સર્જાય રહી છે ત્યારે તેવી પરિસ્થિતિ મા સુરેન્દ્રનગર ના અનેક તાલુકા ઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં મા સરકાર દવારા આવરી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદ નાં કારણે ખેડૂતો ના વાવેતર મા પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગઈ કાલે સર્વે મુજમ આગામી વર્ષ કરતા ચાલુ વર્ષે ૪% વાવણી ખેડૂતો દવારા ઓછી કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા પોતાના ખેતરો મા વાવણી કરવા મા આવી હતી જેના કારણે હાલ ખેતરો મા લેહરતા પાક નઝરે પડે છે.

ત્યારે હાલ સરકાર દ્વારા કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ અનેક કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવીછે. છેલ્લા ૩ માસ મા ૭ થી વધુ કેનાલો મા સુરેન્દ્રનગર જીલ્લા મા ગાબડાં પડ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવા મા આવતું નથી અને બીજી બાજુ ગબદાઓ ના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ સુરેન્દ્રનગર જીલ્લા મા થઈ રહો છે.

લીંબડી તાલુકાના શિયાણી ગામથી પસાર થતી એલડી- ૪ ની જાંબુ માઈનોર કેનાલ-૨ માં પંદર ફૂટનું મોટું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વ્યય થયો છે. જ્યારે નર્મદા કેનાલની બાજુમાં આવેલ ખેડૂત ભગાભાઈ ભરવાડના ઘંઉના ઊભા પાકમાં પાણી ભરાઈ જતાં શિયાળુ પાકને નુકસાન થયું હતું.

ભગાભાઈ ભરવાડના ૩ એકર જમીનમાં વાવેતર કરેલા રવીપાક પણ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે પડ્યા પર પાટુ પડ્યા જોવા ઘાટ સર્જાયો હતો. જેના કારણે શિયાણી ગામના ખેડૂતોએ નર્મદા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બુમરાણા ઉઠાવ્યા હતા. જ્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ ઓવર ટોપીંગને કારણે ગાબડું પડયું હોવાનો રાગ આલોપ્યો હતો. જયારે તા.૧૮ જાન્યુઆરી બપોર સુધી કેનાલનું રિપેરીંગ કામ ચાલુ રહેશે જેના લીધે શિયાણી અને જાંબુ બન્ને ગામોનું પાણી બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.