કોરોનાની મહામારીને ડામવા પોલીસ દ્વારા કરફયુનો કડક અમલ કરાવવા ટેકનોલોજીનો કરાયો ઉપયોગ 

કોરોના મહામારીને ડામવા માટે સાંજના આઠ થી સવારના છ વાગ્યા દરમિયાન કરફયુ જાહેર કરવામાં આવ્યા બાદ કરફયુનો કડક રીતે અમલ કરાવવા પોલીસે આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાની મદદથી 15 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

કોરોના કરફયુ દરમિયાન જરૂરી કામ વિના ઘર બહાર નીકળવા સામે મનાઇ ફરમાવતા જાહેરનામાનો ભંગ કરી વોકીંગ કરવા નીકળેલા, શેરીમાં વોલી બોલ અને ક્રિકેટ રમતા તેમજ ટોળા વળીને બેઠાલા 15 શખ્સો ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરામાં તસવીર કેદ થતા તમામ સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

ભક્તિનગર પોલીસે આશાપુરાનગર શેરી નંબર 17માંથી લલિત આંબાભાઇ ધોળકીયા અને ભરત નરોતમભાઇ દાવડા ડ્રોનની નજરે ચડી જતા અને નિલકંઠ ટોકિઝ પાસે રહેતા ભાવિન જસવંતભાઇ વસાણી અને લાલબહાદુર ટાઉન શીપમાં રહેતા હાર્દિક યોગેશભાઇ શનીશ્ર્વરા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.rajkot

આ ઉપરાંત તાલુકા પોલીસે ચાર શખ્સો, યુનિર્વસિટી પોલીસે ત્રણ, બી ડિવિઝન પોલીસે ત્રણ અને એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.