આજે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ, સંચાર પર પ્રતિબંધ
કોરોનાની વૈશ્વિક મહામારી થમવાનું નામ નથી લઈ રહી. દેશભરમાં સ્થિતિ વધુ વણસતી જઈ રહી છે. ઘણાં રાજ્યોમાં કોરોનાને નાથવા આંશિક પ્રતિબંધો લાગુ કરાયા છે ત્યારે મહારાષ્ટ્રમાં વકરતા કોરોનાની ગતિને ધીમી પાડવા મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ જનતા કર્ફ્યૂની મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. જે મુજબ આજથી 1લી મે એમ 15 દિવસ સુધીનું જનતા કર્ફ્યૂ રહેશે. લોકડાઉન જેવા જ કડક નિયમો લાદી દેવામાં આવ્યા છે. આ પ્રતિબંધ 14 એપ્રિલ રાત્રે 8 કલાકથી લાગૂ થશે જે 1લી મે સવારના 7 વાગ્યા સુધી લાગૂ રહેશે. જો કે પંધરપુરમાં પેટાચૂંટણી છે તેથી ત્યાં મતદાન બાદ પ્રતિબંધ લાગશે. જનતા કરફ્યુમાં મહારાષ્ટ્રમાં કઈ વસ્તુ ચાલુ રહેશે અને કઈ બંધ તે પર એક નજર કરીએ.
14 એપ્રિલના રોજ સાંજે 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે, એટલે કે, એક જગ્યાએ 4 અથવા તેનાથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં.
- -રાજ્યભરમાં 30.એપ્રિલ સુધી સંચાર પર પ્રતિબંધ
- -ઓટો રિક્ષામાં ડ્રાઇવર સિવાય 2 મુસાફરોને જ મંજૂરી
- -ફોર વ્હીલર ટેક્સીઓમાં મુસાફરોની કુલ ક્ષમતાની 50% મંજૂરી
- -બસમાં સીટ મુજબ યાત્રીને બેસાડવાની મંજૂરી
- – ખાનગી વાહનોને ફક્ત કટોકટીની સ્થિતિમાં જ મંજૂરી અન્યથા 1 હજાર રૂપિયાનો દંડ
- -પરિવહન પર પ્રતિબંધ નહી પરંતુ ફક્ત તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે જ મંજૂરી
- -આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ
- -બેંકો, એટીએમ, પોસ્ટ ઓફિસ, પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે
- -ઇ-કોમર્સ સેવાઓ, મીડિયા, પત્રકારોને મંજૂરી.