જુનાગઢ જિલ્લામાં ૯ ડિસેમ્બર સુધી સભા સરઘસ બંધી અને તા. ૨૪ ડિસેમ્બર સુધી હથિયાર બંધી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયા છે. હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. ત્યારે સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં એકઠા કરવા તથા તૈયાર કરવા નહિ. વ્યક્તિઓ અથવા શબ અથવા આકૃતિઓ વાળા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભસ્ત સૂત્રો પોકારવા નહિ. અસ્લીલ ગીતો ગાવા નહિ. જેનાથી સુરૂચીનો શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવ ભાવ કરવા નહિ, તેવી ચેષ્ટા કરવી નહિ તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પ્રદર્શન અથવા વસ્તુઓ કરવી નહિ. આ જાહેરનામું તા. ૨૬/૧૧/૨૦૨૦ થી તા.૨૪/૧૨/૨૦૨૦ દિવસ સુધી અમલમાં રહેશે. જ્યારે જુનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલીક અસરથી તા. ૯/૧૨/૨૦૨૦ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટ ડી.કે.બારીઆ એ એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
બફેલ રેન્જ આસપાસના એક કી.મી. વિસ્તારમાં પ્રવેશબંધી
જુનાગઢ પોલીસ તાલીમ મહાવિધાલય ખાતે તાલીમ લઈ રહેલ બેચ નં. ૧૫ તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે પોલીસ તાલીમ વિધાલય જૂનાગઢના બફેલ રેન્જ ફાયરીંગ બટ ખાતે તા.૦૧/૧૨/૨૦૨૦ થી ૧૫/૧૨/૨૦૨૦ એમ દિવસ ૧૫ માટે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ ડી.કે.બારીઆએતેમને મળેલ સત્તાની રુઇએ તા.૧/૧૨/૨૦૨૦ જૂનાગઢનાં બફેલ રેન્જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૬-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.