યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાવા આવેલી માતાને પોલીસ મથકેથી હાંકી કઢાઈ
ધ્રાંગધ્રા શહેરના જોગાસર રોડ પાસે રહેતા બંગાલી પરીવારનો ૨૦ વર્ષીય યુવાન છેલ્લા પંદરેક દિવસી ગાયબ છે તેઓના પરીવારમા માત્ર એક માતા તથા ભાઇ છે પિતાનુ ઘણા વર્ષો પહેલા દેહાંત થયુ હતુ ત્યારે ગુમ થયેલ દિકરાની માતા તમામ દિકરાઓનુ પેટ ભરી ગુજરાન ચલાવતા હતા તેવામા ગત ૧૮જુનના રોજ પોતાનો ૨૦ વર્ષીય દિકરો પ્રકાસ કિશનભાઇ કામળે રાત્રીના ૯:૦૦ કલાકે કોઇને કહ્યા વગર જ ઘરેથી ચાલ્યો ગયો હોવાનુ માનવામા આવે છે જ્યારે તેઓના માતા દ્વારા પોતાના ૨૦ વર્ષના દિકરાની મોડી રાત્રી સુધી તપાસ કરી ભાળ નહિ મળતા અંતે સનિક પોલીસની મદદ માંગવી પડી હતી.
જ્યારે સનિક પોલીસ દ્વારા જે તે સમયે લાપતા યેલ પ્રકાસ કામળેની ગુમ થયા હોવાની જાણવાજોગ અરજી પણ લીધા વિના દિકરાની માતાને ત્યાી હાકી કાઢ્યા હતા જ્યારે આ બનાવને આજે પંદરેક દિવસ જેટલો સમય થયો છતા પણ હજુ સુધી ૨૦ વર્ષીય પ્રકાસની જાણ સનિક પોલીસે કરી નથી. જ્યારે સનિક સીટી પોલીસ દ્વારા આ લાપતા દિકરાને શોધવાની તશ્દી પણ લેવાઇ ન હોય તેવુ જાણવા મળ્યુ છે. તેવામા ૨૦ વર્ષના દિકરાની યાદમાં તેની માતા દર નવા દિવસ તા રાત્રીના ચોધાર આંશુએ રડે છે પરંતુ પોલીસના પેટનુ પાણીય ડગતુ નથી જ્યારે પોલીસની નિષ્ક્રીયતાી લાપતા દિકરાની સાથે કોઇ ઘટના ઘટે તો તેનુ જવાબદાર કોણ તેવો પ્રર્શ્ના દિકરાની માતાએ પોલીસ તંત્ર સામે ઉચ્ચાર્યો છે.