અબતકની મુલાકાતમાં રાજપૂત આગેવાનો પીટી જાડેજા અને ટીમે સમૂહ લગ્નની આપી વિગતો
રાજપુત સમાજના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાથે જોડાયેલી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અબતકની મુલાકાતે આવેલા રજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા; પથુભા જાડેજા, અક્ષિત સિંહ જાડેજા, કોઠારીયા ના હિતેન્દ્રસિંહ ઝાલા ,કનકસિંહ ઝાલા અને ઇંગોરાળા ના હિતેન્દ્રસિંહ ઝાલા એ સમૂહ લગ્નની વિગતો આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે આવતીકાલે 18 ફેબ્રુઆરી રવિવારે રાજપુત ગિરાગદાર સમાજના 17 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે અમે સમૂહ લગ્નની તમામ વ્યવસ્થાની જવાબદારી યુવા આગેવાનોને સોંપી દીધી છે યુવા નેતૃત્વ માટે આ સમૂહ લગ્ન નેતૃત્વ ના ટેસ્ટ જેવી બની જશે યુવાનોએ સુંદર આયોજન કર્યું છે
150 ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક બસ સ્ટોપ સામે આવેલ પીટી જાડેજા ના આશાપુરા ફાર્મ ખાતે યોજાનારા સમૂહ લગ્નમાં 18 2 રવિવારે બપોરે 3:00 વાગે જાન આગમન બપોરે 4:15 કલાકે સામે ચડવાનું મુહૂર્ત 6 10 કલાકે હસ્તમેળા પ સવા સાત વાગે આશીર્વાદ અને ત્યારબાદ ભોજન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.
15 દીકરીઓને ઘરવખરીની તમામ ચીજ વસ્તુ સાથે રાખેલું પર્યાવરણ આપી વિદાય કરવામાં આવશે આ લગ્ન ઉત્સવ ને સફળ બનાવવા અખિલ ગુજરાત યુવા સંઘના કાર્યકરો રાજ દિવસ તેમજ ઉઠાવી રહ્યા છે.
17 માં સમૂહ લગ્ન ઉત્સવની તમામ જવાબદારી યુવા આગેવાનોને સોંપવામાં આવી: પીટી જાડેજા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના મોભી પીટી જાડેજાએ સમૂહ લગ્ન અંગે સપ્તકની મુલાકાતમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સફળ રીતે 16 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે અમે સમૂહ લગ્નની તમામ વ્યવસ્થાની જવાબદારી યુવા આગેવાનોને સોંપી દીધી છે યુવા નેતૃત્વ માટે આ સમૂહ લગ્ન નેતૃત્વ ના ટેસ્ટ જેવી બની જશે યુવાનોએ સુંદર આયોજન કર્યું છે અને આ સમૂહ લગ્ન ખૂબ સફળ જશે તેવું દેખાય રહ્યું છે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જયપુરમાં બિઝનેસ કોન્ફરન્સ યોજાશે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના સમૂહ લગ્નમાં આજીવન દાતા તરીકે સ્વ સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા પરિવાર જુની કાલાવડી સેવા આપી રહ્યા છે, રાજપુત યુવા સંઘ દ્વારા જયપુર રાજસ્થાન ખાતે આગામી 16 17 માર્ચે બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે પીટી જાડેજાએ જણાવ્યું હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સમાજના સામાજિક રાજકીય સંગઠન અને જૂની પરંપરા અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત છે પીટી જાડેજા એ સમાજને અપીલ કરી હતી કે સમુહ લગ્નમાં ખોટા ખર્ચા બચાવવા માટે તમામ વર્ગના રાજપૂત પરિવારોએ જોડાઈ સંપત્તિ સંસ્કૃતિ ના જતન માટે યોગદાન આપવું જોઈએ.