કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારનાં કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સામે લાલ આંખ કરતા ફફડાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ભ્રષ્ટાચાર અને લાંચીયાઓ સામેની આકરી કાર્યવાહીમાં લાંચ અને ભ્રષ્ટાચારનાં કેસમાં સંડોવાયેલા કેન્દ્રનાં ૧૫ કસ્ટમ અને સેન્ટર એકસાઈઝનાં અધિકારીઓને ફરજીયાત નિવૃત કરી દેવાની જાહેરાતનાં પગલે દેશનાં ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર સરકારે ઈન્કમટેક્ષ ખાતાનાં ભ્રષ્ટાચારી તત્વો સામે આકરા પગલાનાં ભાગ‚પે ૧૫ જેટલા વરિષ્ઠ કસ્ટમ અને સેન્ટર એકસાઈઝનાં અધિકારીઓ જેમાં મુખ્ય કમિશનર સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ સહિતનાઓને ભ્રષ્ટાચાર અને લાંચનાં મામલે ઈન્કમટેકસ અધિનિયમ ૫૬ જે અંતર્ગત કેન્દ્ર સરકારે સીબીઆઈસી પ્રિન્સીપાલ કમિશનર જેવા વરિષ્ઠ અધિકારીઓ સહિત ૧૫ને નાણા મંત્રાલયનાં હુકમનાં પગલે ફરજીયાત નિવૃત કરી દીધા છે.

કેન્દ્ર સરકારનાં સાણસામાં આવેલા આ ૧૫ અધિકારીઓ ભ્રષ્ટાચારનાં મામલે કસુરવાર કર્યા છે. તેમની સામે સીબીઆઈએ લાંચ, ગેરરીતિ, અપ્રમાણસર સંપતિ જેવા ગુના નોંધાયા છે. બરતરફ કરવામાં આવેલા અધિકારીઓમાં પ્રિન્સિપાલ કમિશનર અનુપ શ્રીવાસ્તવ કે જે સીબીઆઈસી દિલ્હીમાં સેવા આપે છે. તેમની સાથે જોઈન્ટ કમિશનર નલિન કુમારને પણ કાયદાનાં સકંજામાં લેવાયા છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ સામેની આકરી કાર્યવાહી અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ ૧૯૯૬માં આ અધિકારીઓ સામે ફોજદારી રાહે કેસ દાખલ કરી નિયમ ભંગ કરીને હાઉસીંગ સોસાયટી માટે જમીન ખરીદવામાં એનઓસી આપવા માટે ભ્રષ્ટાચાર કર્યો હતો. ૨૦૧૨માં સીબીઆઈએ બીજા કેસમાં આયાતકાર પાસેથી ડયુટીની વસુલાતમાં છુટછાટ માટે લાંચ લેવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સામે રાગદ્વેષની ધરપકડ, સતામણી અને ખંડણીની માંગણી જેવી ફરિયાદો પણ ઉઠી હતી.

જોઈન્ટ કમિશનર નલિનકુમાર સામે અપ્રમાણસર મિલકત સહિતનાં ગુનાઓ નોંધાયેલા છે. તેમને ફરજમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. બંધારણીય કલમ ૫૬ અન્વયે રાષ્ટ્રપતિ દ્વારા સંપાદિત કરવામાં આવેલી સતા અન્વયે ભારતીય મહેસુલ વિભાગનાં ૧૫ વરિષ્ઠ અધિકારીઓને જનહિતમાં ૫૦ વર્ષની વય વટાવ્યા બાદ ફરજીયાત નિવૃત કરી દેવાયા છે તેમ નાણા મંત્રાલયે જણાવ્યું હતું. આ તમામ ૧૫ અધિકારીઓને ૩ મહિનાની સરેરાશ ગણતરી મુજબ તાત્કાલિક અસરથી કરવામાં આવેલી નિવૃતિ બદલ ચુકવવામાં આવશે.

કોલકતાનાં કમિશનર સંસારચંદ લાંચ કેસમાં સંડોવાયેલા છે. જયારે ચેન્નાઈનાં કમિશનર જી શ્રી હર્ષ સામે ૨.૨૪ કરોડ ‚પિયા અપ્રમાણસર મિલકતનો કેસ છે. આ બંને અધિકારીઓ સીબીઆઈનાં છટકામાં ઝડપાયા હતા. બે કમિશનર રેન્કનાં અધિકારીઓ અતુલ દિક્ષિત અને વિનય બ્રિઝ સિંઘ ખાતાકીય બરતરફીમાં હોય તેમને પણ સરકારે ફરજીયાત નિવૃત કરી દીધા છે. દિક્ષિત સામે અપ્રમાણસર મિલકત અને ગેરરીતિનો કેસ છે.

ડેપ્યુટી કમિશનર અમરીષ જૈન દિલ્હી જીએસટી ઝોન સામે ૧.૫૫ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત અને ૯૫.૨૪ લાખ ‚પિયાની રોકડ જપ્તીનો કેસ છે. અન્ય કસ્ટમ અને એકસાઈઝ ઓફિસરોમાં એડિશનલ કમિશનર મહિડા કોલકતા અને વિરેન્દ્ર અગ્રવાલ ઉપરાંત જીએસટીનાં એસ.એસ.બબલ, એસ.એસ.બિસ્ત, વિનોદ સાંગા, રાજુ શેખર, અલ્હાબાદનો મો.અલ્તાફ, ડેપ્યુટી કમિશનર અશોક અસવાલ સહિતનાં તમામને સરકારે ફરજીયાત નિવૃત કરી દીધા હતા. છેલ્લાં એક અઠવાડિયામાં સરકારે ૧૨ આવકવેરા અધિકારીઓને ભ્રષ્ટાચાર, લાંચ, સતાનો દુરુપયોગ અને ગેરરીતિ સમક્ષ ચાર જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતનાઓને ભ્રષ્ટાચાર મુદ્દે ઘરભેગા કરી દેતા ગેરરીતિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.