શ્રીલંકામાં હુમલામાં એનટીજેને સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય જહોદીઓનું સમર્થન હોવાનું ખુલ્યું
શ્રીલંકામાં પ્રસરી રહેલું લશ્કર-એ-તોયબા દોઢ દાયકાથી સક્રિય હોવાનો ધડાકો
શ્રીલંકાના ઇસ્ટર પર્વને લોહીલુહાણ બનાવતાં આત્મઘાતી બોમ્બ ધડાકાથી વિશ્ર્વભરમાં અરેરાટી બોલી છે. ત્યારે આ હુમલામાં આતંકી સંગઠન આઇ.એસ.નો હાથ હોવાની શકયતાઓ સામે આવી રહી છે.
શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં ઇસ્લામીક સ્ટેટની સ્પષ્ટ સંડોવણીના નિદેશ મળી આવ્યાં છે. શ્રીલંકામાં ૭૦૦ થી વધુના મૃત્યુ પાછળ આઇ.એસ.નો હાથ હોવાનો પુરવાર કરતા આઇ.એસ.આઇ. સલગ્ન ચેનલો પર સોમવારે ત્રણ કહેવાતા આત્મઘાતી યુવાનોના આઇ.એસ.ના ઘ્વજના બ્રેક ગ્રાઉન્ડ સાથેની તસ્વીરો પ્રસારિત કરવામાં આવી હતી.આ ચેનલ દ્વારા જારી કરવામાં આવેલા ત્રણ યુવાનોની તસ્વીરોની ઓળખમાં આ ત્રિપુટી અબુલ બરશે, અબુલ મુખ્તાર અને અબુ ઉબેદા હોવાનું જણાવાયું છે. જો કે તપાસનીસ એન્જસીઓ હજુ અમાર્ક જેવા આઇ.એસ.ના પ્રવકતા દ્વારા ઉચ્ચારાનારા કોઇપણ શબ્દ ની પ્રતિક્ષા કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જે ૩ યુવાનોના ફોટા જારી કરવામાં આવ્યા છે. તેમાંથી એક એન.ટી.જે. ના સૂત્રધાર ઝહેશન હાશીમ કે જેને અબુ ઉબેદા તરીકે દર્શાવવામાં આવ્યો છે તે છે. આ ફોટામાં અબુ ઉબેદા એક જ માસ્ક વગર દર્શાવાયો છે.તપાસનીશ એજન્સીઓએ અન્ય બે યુવક ની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આઇ.એસ. પોતાના લડવૈયાઓના અલગનામોથી વાતચીત કરવાની પ્રથા ધરાવે છે. પરંતુ અબુબકર અલ બગદાદી જેવા સરગનાઓ દોરી સંચાર હોય છે ઉબેદા પાછળનું બેકગ્રાઉન્ડ આઇ.એસ. સાથે મળતું આવે છે.
આ ત્રણેયને આઇ.એસ. જેવી જ પ્રતિકૃતિઓ આપવામાં આવી છે.એક અહેવાલમાં જણાવાયું છે કે શ્રીલંકામાં આઇ.એસ.નું કનેકશન મળ્યું છે એક મહિના પહેલા આઇ.એસ. ના પ્રવકતા અબુહસન અલ મુજાહિરે એક ઓડિયો ટેપ જારી કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડની મસ્જીદમાં પ૦ લોકોને મોતનું ઘટા ઉતારવાની ઘટના અંગે ૪૪ મીનીટનું ભાષણ આપવામાં આવ્યું હતું. જેમાં આવા તત્વો સામે જાગવા અને ખિલાફતને મદદરુપ થવા આહવાન આપ્યું હતું. ત્યાર પછી ચર્ચ સહિતના ધર્મ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
શ્રીલંકામાં થયેલા હુમલાઓમાં એન.ટી.જે.ને સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય જેહાદીઓનો સમર્થન હોવાનું બહાર આવ્યું છે. શ્રીલંકામાં વિશ્ર્વ આતંકવાદના તાર જોડાયેલા છે. આવા હુમલામાં વિસ્ફોટકોની ઉપલબ્ધી બોમ્બ બનાવીને નિશ્ર્ચિત જગ્યાએ ગોઠવી ધડાકા કરવાની પ્રવૃતિઓ આંતરરાષ્ટ્રીય આતંકીઓની મદદનો સ્પષ્ટ નિર્દેશ આપે છે. શ્રીલંકા ત્રાસવાદી વિરોધી દળના અધિકારીએ આ દાવો કર્યો હતો.
શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલાઓ સંદર્ભે જેહાદી તત્વો સાથે જોડાયેલી ચેનલ પર ત્રણ આત્મઘાતી બોમ્બ કોના સ્કેચ જારી કરવામાં આવ્યા હતા આ પરથી લંકાકા હુમલામાં આઇ.એસ.ની સંડોવણી ફળીભુત થઇ છે.
શ્રીલંકામાં જેહાદીઓ માથું ઉંચકી રહ્યા છે: ભારતની ચેતવણી
શ્રીલંકાના ઇસ્ટરસન્ડેના તહેવારો દરમિયાન સિરિયલ બોમ્બ ધડાકાના પગલે મૃતકોની સંખ્યા અવિકતપણે વધતી જાય છે. હજુ આ આંકડો કયાં સુધી પહોંચે તે નિશ્ર્ચિત નથી તો બીજી તરફ શ્રીલંકામાં રાજકીય કટોકટી જેવી પરિસ્થિતિ આકાર લઇ ચુકી છે. સ્થાનીક પોલીસે શંકમદોની અટકાયતો નો દોર શરુ કરી દીધો છે. તે વચ્ચે ભારતની અનેકવારની ચેતવણી હવે સાચી પુરવાર થતી હોય તેમ પાકિસ્તાનના જેહાદી તત્વો શ્રીલંકામાં માથું ઉૅચકી રહ્યા હોય તે ફળીભૂત થઇ રહ્યું છે.
ભારતે અગાઉ ઘણીવાર શ્રીલંકામાં જેહાદી હુમલા અંગેની ચેતવણીઓ આપી હતી અને ભારતીય ગુપ્તચર વિભાગોએ અનેકવાર નેશનલ તૌહિદ જમાત એ.એન.જે.જે. સામે આંગણી ચીંધી છે. આ જુથનું પાકિસ્તાન સાથે જોડાણ અને પાકિસ્તાનમાં અનેક અનુયાયીઓ હોવાની વાત શ્રીલંકાના કાને નાંખી હતી.
ભારતીય ગુપ્તચર દ્વારા શ્રીલંકામાં વહાબીયતની કટ્ટર વિચારધારાનો પ્રસાર પૂર્વ શ્રીલંકામાં થતો હોવાનો અને આ વિસ્તાર જેહાદી જુથ લશ્કરે તોયબાના પ્રભાવવાઓ વિસ્તાર બની રહ્યો હોવાની ચેતવણી આપી હતી. શ્રીલંકામાં લશ્કરે તોયબાની સહયોગી સંસ્થા તરીકે કાર્યરત અને આર્થિક મોરચે ૨૦૧૬થી કાર્યરત ‘ફૂલાહેઇન્સાનિયત’નું અસ્તિત્વ દ્રીપ સમુહના આ દેશમાં પ્રસરી ને સિરિયા, અફઘાનિસ્તાન, મ્યાનમાર જેવા વિસ્તારોમાં પોતાનું કાર્યક્ષેત્રે ધરાવતું એ.એન.જે.જે. લશ્કરે તોયબા માટે નાંણા ઉભુ કરનારે સંગઠન અને ઇદારા ખિદમતે ખલક જેવી સંસ્થાઓ દ્વારા શ્રીલંકામાં જેહાદીઓને પ્રોત્સાહન અપાવતા હોવાનું ખુલ્યુ છે ઇદારા ખિદમતે ખલ્ક ૨૦૦૪માં શ્રીલંકા અને માલદીવમાં આવેલી સુનામી પછી બચાવ રાહત કામગીરીમાં જોડાયું હતું.
શ્રીલંકામાં લગભગ એક થી દોઢ દાયકા પૂર્વે થી જ લશ્કરે તોયબા પોતાનો પ્રભાવ દ્રઢ સ્થાપિત કરવા અને ભારત આસપાસ જેહાદી પ્રવૃતિની ઘેરાવ માટે એન.જે.જે. જેવા જુથો ને પીઠબળ આપી રહ્યું છે. આખરે ભારતે અગાઉ આપેલી ચેતવણીઓનું ગંભીરતા ન લેનાર શ્રીલંકાની નિસ્ક્રીયતાના પરિણામે જેહાદીઓ ઇસ્ટર સન્ડેના તહેવારોમાં આતંક મચાવવામાં સફળ થઇ ગયા છે.
જો ભારતની ચેતવણી અંગે શ્રીલંકાએ ગંભીર નોંધ લઇને આગમચેતી વાપરી હોત તો કદાચ જાનમાલની મોટી ખુંવારીનું નિમિત બનેલા આ હુમલાઓ અટકાવી શકાયા હોત.ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ કરેલી તપાસમાં ર૦ એન.જે.જે. અલકાયદા સાથે જોડાઇને શ્રીલંકામાં યુવાનોને વૈશ્વિક જોહાદની પ્રવૃતિ માટે તૈયાર કરવાનું કામ કરવામાં આવે છે. શ્રીલંકાના યુવાનોને પાકિસ્તાની આતંકી કેમ્પમાં તાલીકબઘ્ધ કરવામાં આવે છે. તોહિદ જમાત તામિલનાડુમાં કટ્ટરવાદી વિચાર ધારા પ્રસરાવાનું કામ કરે છે.
ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ આ પ્રકારના આતંકવાદી હુમલાઓની ચેતવણી અંગે ન્યુર્યોક ટાઇમ્સમાં પ્રસિઘ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યું છે ભારતે આવા સંભવિત હુમલા અંગે ચેતવણી ઉચ્ચારી હતી. પરંતુ આ ચેતવણીને અવગણવામાં આવી હતી. જે રીતે કાવતરું ઘડવામાં આવ્યું અને તે પાર પાડવામાં આવ્યું તે જોતા આ હુમલાઓ સ્થાનીક તત્વો બહારની મદદ વગર કરી જ ન શકે ન્યુયોર્ક ટાઇમ્સે તો ત્યાં સુધી લખ્યું હતું કે અમરનાથ, અમર સિંગમ, આતંકવાદના ખાતમાં માટે સંશોધન કરતી એક સંસ્થા તરીકે લંડનમાં કાર્યરત છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે લશ્કરે તોયબા અને એલબીટીએ ભૂતકાળમાં ૧૯૯૨માં હથિયારોની ઉપલબ્ધી અને તાલીમ અંગે હાથ મેળવ્યો હતો. એલ.ટી.ટી.ઇ. પ્રથમ એવું સંગઠન હતું જેણે મુસ્લિમ ઉગ્રવાદીઓને શ્રીલંકામાં હથિયારોનું બીડું ઝડપયું હતું. જો કે આમાંથીમોટા ભાગના હથિયારો પોલીસે લાંબી કવાયત બાદ ઝડપી લીધા હતા.શ્રીલંકામાં લશ્કરે તોયબાના ફેલાવા માટે આઇ.એસ.આઇ. પણ મદદરુપ થતી હોવાના પુરાવાઓ મળ્યા છે. મોહમ્મદ શાકિર હુસેન નામનો શખ્સ ચેન્નઇમાંથી દબોચી લેવામાં આવ્યો છે. તેની સામે આઇ.એસ.આઇ.ના એજન્ટ તરીકે કામ કરી રહેલા કોલંબોના અમીર સિદ્દિકીને સહકાર આપવાનો આરોપ છે.
સિદ્દિકીએ ચેન્નાઇમાં અમેરિકી દુતાવાસમાં હુમલાના કાવતરુ ઘડયું હતું. અને તે મૌહમ્મદ શાહીર હુસેનને મદદરુપ થતો હતો.૨૬-૧૧ ના હુમલાના મુખ્ય કાવતરા ખોર ફૈયાઝ કાદરી જર્મન બેકરી ધડાકાના મીરઝા હિમાયત બેગ સહીતના ૩૮ જેટલા શ્રીલંકા ના યુવાનો આઇ.એસ.આઇ. માં જોડાય ગયા હોવાનો અંદાજ છે.ઓછામાં ઓછા ર૦૦ માલદીવીયન ઇરાક અને સિરિયામાં જઇ ચુકયા છે. પ૦ જેટલા માલદીવીયનો લશ્કરે તોયબાના પાકિસ્તાનની કેમ્પમાં તાલીમ માટે જોડાયા હતા.ભારતે ઘણાં સમય પહેલા શ્રીલંકા સરકારને જેહાદી પ્રવૃતિઓના પ્રસાર અંગે ચેતવણી આપી હતી અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. કે શ્રીલંકામાં ગમે ત્યારે પાકિસ્તાનમાં જોડાયેલા જેહાદી તત્વો દ્વારા હુમલાઓ થઇ શકે છે. અલબત ભારતની ગુપ્તચર એજન્સીઓની આ ચેતવણી નજર અંદાજ કરનાર શ્રીલંકાને તેની કિંમત ચુકવવી પડી છે.