રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૧૪ દિવસ થી ન્યાય માટે લડત કરી રહ્યા છે છતાં પણ સરકાર કે તંત્રના પેટનું પાણી હાલતું નથી લોકો ૧૪ દિવસથી રોજગારી છોડી ન્યાય માટે ઉપવાસ કરી રહ્યા છે આંદોલન કરી રહેલા તમામ લોકો મજૂર વર્ગ નાં લોકો છે તમામ લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે છતાં પણ સરકાર માનવતાની દષ્ટિએ પણ નથી જોઈતી.
ભાજપના કડિયાળી તાલુકા પંચાયત ના સદસ્ય ના સુપુત્ર જીલુભાઈ બારૈયા અને મધુભાઈ સાંખટ માંધાતા ગ્રુપ ના પ્રમુખ છેલ્લા બે દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે લોકોને વહેલી તકે ન્યાય મળે તે માટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે પરંતુ આ લોકની ફરિયાદ છે કે તંત્ર દ્વારા આમરણાંત ઉપવાસીઓને જે વ્યવસ્થા કરવાની હોય તે તંત્ર દ્વારા કરવામાં આવી નથી જીલુભાઈ બારૈયા અને મધુભાઈ સાંખટ રાત્રે વગર લાઈટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.
પીપાવાવ ધામ ના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા એ વિજીલન્સ કમિશન ને પત્ર લખીને વિજીલન્સ તપાસ ની માંગ કરી છે તેમજ સરપંચ દ્વારા માનવ અધિકાર પંચ ને પણ પત્ર લખીને લોકો ને ન્યાય મળે તે માટે અપીલ કરી
૧૪મા દિવસે લોકો વચ્ચે હાજર રહેતા અશોકભાઇ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા રણછોડભાઈ બાંભણિયા ભગુભાઈ વાજા અજયભાઈ શિયાળ કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયા તેમજ આસપાસના ગામોના લોકોએ હાજરી આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com