પ્લોટના કબ્જાનાં ૩૦ વર્ષ જૂના પ્રશ્નનો સાંસદ ચુડાસમાની જહેમતથી સુખદ અંત આવ્યો
ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોળીસમાજ દ્વારા મફત પ્લોટોની ૩૦-૩૫ વર્ષો પહેલાની માંગણીઓ નો જુનાગઢ લોકસભાના યુવાસાંસદ રાજેશભાઇ ચુડાસમાના પ્રયત્નો થી આજે આ હાલ ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપી વર્ષો જુનો પ્રશ્નનો નિકાલ કરી આપેલ છે. વેરાવળ કોળી સમાજે ગુજરાતની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર માન્યો હતો.
વેરાવળના સમસ્ત કોળી સમાજ ની વાડીમાં આ ૧૪૯ પ્લોટોની સનદો પ્લોટ ધારકોને આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો સાથે ભાજપા ગીર સોમનાથ જીલ્લા અધ્યક્ષ ઝવેરીભાઈ ઠકરાર, જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અધ્યક્ષા મંજુલાબેન સુયાણી તથા ભાજપા હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પ્લોટો ની સનદોનુ વિતરણ કર્યુ.