સોનાની સાવરણીથી રથની સફાઈ કરવાની પરંપરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા રાજમાર્ગો ઉપર લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા: રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
અમદાવાદમાં નિકળેલી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન અર્ચન વ્હેલી સવારે જગન્નાથ મંદિર પરિસરમાં પુરા ભાવ ભકિતમય વાતાવરણમાં કરેલ હતુ. મુખ્યમંત્રીને સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ.
સોનાની સાવરણીથીરથની સફાઈ સેવાની પરંપરા નિભાવવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ત્રિવેદીને સૌભાગ્ય મળ્યું હતુ. આતકે મુખ્યમંત્રીએ નૂતન વર્ષે કચ્છી સમાજના સૌ ભાઈઓ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીને કોરોના પોઝીટીવ આવેલ હોય નેગેટીવ આવતા આ જગન્નાથજીની યાત્રામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ હતુ. આપ્રસંગે ગૃહરાજયમંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા પણ આવિધિમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી અષાઢીબીજના આજના અવસરે વ્હેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોચ્યા હતા. અને ભગવાન
જગન્નાથના પૂજન ર્ચન કરીને ભગવાનના મુખ્યરથને નીજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભકિતભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રથયાત્રા પૂવે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી સમૃધ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા ના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે.
ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી આજે શહેરના નાગરિકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. સમગ્ર નગરજનો ઉત્સાહથી જગતના નાથને આવકારવા આતુર છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાનના દર્શન કરવા પધાર્યા હતા અને મંગળા આરતી કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પરંપરાગત પહિંદ વિધિ કરી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુકે ભગવાન જગન્નાથજી આજે શહેરના નાગરિકોને દર્શન આપવા નગરચર્યાએ નિકળ્યા છે. સમગ્ર નગરજનો ઉત્સાહથી જગતના નાથને આવકારવા આતુર છે. વધુમા તેમણે કહ્યું કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાનના દર્શન કરવા પધાર્યા હતા. આરથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ રથયાત્રાએ આસ્થા અને વ્યવસ્થાનું કેન્દ્ર બની રહેશે.
સમગ્ર યાત્રા રૂટમાં 25 હજાર જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત છે. આ અવસરે મહંત દિલીપદાસજી, ગૃહરાજયમંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર ડે. મેયર મીનાક્ષીબેન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ, શ્રધ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાયા હતા.
આ રથયાત્રાનો સવારે 7.05 વાગ્યે મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કરાઈ હતી અને દિવસ દરમ્યાન આ રથયાત્રા મ્યુનિસીપલ કોર્પોરેશન રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, સરસપુર, કાલુપુર સર્કલ પ્રેમ દરવાજા, દિલ્હીચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક થઈ સાંજે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરશે.
અમદાવાદના માર્ગો ઉપર નિકળેલી ભગવાન જગન્નાથજીની આ નગરચર્યા રથયાત્રામાં ઠેર ઠેર ભાવિક ભકતો શ્રધ્ધાળુઓ અને વિવિધ સંસ્થાઓ સંગઠનો દ્વારા ઠંડાપીણા-મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના લાખો ભાવિક ભકતો આ રથયાત્રામાં જોડાઈ સહભાગી બન્યા હતા.
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે.
સરસપુર ખાતે રથયાત્રાને લઈ માહોલ જામ્યો
ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો છે.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવી રહ્યા છે.ટ્રકો ઢાળની પોળથી પસાર થઈ ચૂકી છે. હવે અખાડા ઢાળની પોળ પહોંચ્યા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. ’જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે. ભક્તો પણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ભજન મંડળીઓ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.ભજન મંડળીઓ વૈશ્યસભા પહોંચી છે.