૫૦૫ કામોનાં લક્ષ્યાંક સામે ૪૫૨ કામ શરૂ ઈ ગયા: અભિયાનને ભવ્ય લોક પ્રતિસાદ
રાજય સરકાર દ્વારા ગુજરાતના સપના દિન ૧લી મેથી રાજયભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૫૦૫ કામોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે રૂ.૮૦.૨૮ લાખના ખર્ચે લોકભાગીદારીી ૧૪૫ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ રાજયભરમાં તળાવ, ચેકડેમ, નદીની સફાઈ, રીપેરીંગ, વોંકળા, કેનાલ, રેડ વોટર હાર્વેસ્ટીંગ વગેરે કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ ૫૦૫ કામનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૨,૬૫,૩૯૬ ઘન મીટર જેટલા તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. લોકભાગીદારીી રૂ.૮૦.૨૮ લાખના ખર્ચે ૧૪૫ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. લક્ષ્યાંક પૈકી ૪૫૨ કામો ચાલુ કરવામાં આવ્યા છે. બાકીના આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.
તાલુકાવાઈઝ જોવા જઈએ તો રાજકોટ તાલુકાના ૧૭ ગામોમાં ૨૨ કામો શરૂ અને ૧ કામ પૂર્ણ, વિછીંયાના ૧૨ ગામોમાં ૧૨ કામો પૈકી ૨ પૂર્ણ, કોટડા સાંગાણીના ૭ ગામમાં ૨૦ કામો પૈકી ૭ પૂર્ણ, જામકંડોરણાના ૪૪ ગામોમાં ૨૮ કામો પૈકી ૧૩ કામ પૂર્ણ, લોધીકા તાલુકાના ૧૧ ગામોમાં ૧૪ કામ શરૂ પડધરીના ૧૬ ગામોમાં ૩ કામ શરૂ, ગોંડલના ૧૫ ગામોમાં ૪૫ કામો પૈકી ૧૦ કામ પૂર્ણ, જસદણના ૩૭ ગામોમાં ૨૫ કામો પૈકી ૩૨ પૂર્ણ, જેતપુરના ૩૧ ગામોમાં ૩૯ કામો પૈકી ૩૦ કામો પૂર્ણ, ધોરાજીના ૪૫ ગામોમાં ૨૯ કામો પૈકી ૧૭ કામ પૂર્ણ, ઉપલેટાને ૩૧ ગામોમાં ૨૬ કામો પૈકી ૧૭ કામ પૂર્ણ ઈ ચૂકયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com