લોકડાઉનમાં ‘લોક’ થયેલા દારૂનું ‘અન લોક’માં ધુમ વેચાણ: બુટલેગર ફરાર
કોરોનાનું લોકડાઉન પૂર્ણ થતા બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના નાનામવા મેઈન રોડ નહેરૂનગર અઘાટ શેરીનં.૪માં રહેતા બુટલેગરના ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી ૧૪૪ બોટલ વિદેશી દારૂ મળી રૂ.૭૩ લાખની કિંમતનો મુદામાલ કબજે કરી નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉનમાં લોક થયેલા દારૂ એ દારૂબંધીનો વાસ્તિવક અમલ કરાવ્યા છે. અનલોક-૧માં છુટછાટ મળતા બુટલેગરો સક્રિય થયાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ધ્યાને આવતા આપેલી સુચનાને પગલે ક્રાઈમ એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઈ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.સાખટા સહિતનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન નાનામવા મેઈન રોડ પર નહેરૂનગર અઘાટ શેરીનં.૪માં રહેતા મહેન્દ્ર દોલતસિંહ ચૌહાણ નામના બુટલેગરના મકાન પાસે પાર્ક કરેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા અને હિરેનભાઈ સોલંકી અને દિપકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કારમાંથી રૂ.૪૩હજારની કિંમતનો ૧૪૪ બોટલ વિદેશી દારૂ અને કાર મળી રૂ.૭૩ હજારનો મુદામાલ કબજે કર્યો છે. દારૂના દરોડાની ગંધ આવી જતા બુટલેગર મહેન્દ્રસિંહ ચૌહાણ નાશી છુટવામાં સફળ રહ્યા છે.