રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો: નવા 633 કેસ નોંધાયા, 3 દર્દીઓના મોત: રાજકોટ શહેરમાં 44 જિલ્લામાં 9 વ્યક્તિ સંક્રમિત’
ગુજરાતમાં સોમવારે કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઇકાલે નવા 633 કેસ નોંધાયા હતા. જેની સામે 731 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. રાજકોટ શહેરમાં 44 અને જિલ્લામાં નવા 9 કેસ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં 143 વ્યક્તિઓ કોવિડથી સંક્રમિત થયા છે. ગઇકાલે કાળમુખો કોરોનાએ ત્રણ વ્યક્તિઓને ભરખી ગયો હતો. સંક્રમિત થનારા કરતા મ્હાત આપનારા લોકોની સંખ્યા વધુ હોવાના કારણે થોડી રાહત રહેવા પામી હતી.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઇકાલે એક જ દિવસમાં નવા 44 કેસ મળી આવતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શહેરમાં 228 લોકો હાલ સારવાર હેઠળ છે. રાજ્યમાં નવા 633 કેસ નોંધાયા હતા. જેની સામે 731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રાજ્યમાં હાલ કોરોનાના 5613 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5603 દર્દીઓની હાલત સ્થિર છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં બે વ્યક્તિ અને અરવલ્લી જિલ્લામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સોમવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 211 કેસ, સુરત કોર્પોરેશનમાં 51 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 49 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 44 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 25 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 21 કેસ, જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, કચ્છ જિલ્લામાં નવા 30 કેસ, સુરત જિલ્લામાં 28 કેસ, મહેસાણા જિલ્લામાં 27 કેસ, ગાંધીનગર જિલ્લામાં 18 કેસ, પાટણમાં 17 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 16 કેસ, મોરબી જિલ્લામાં 11 કેસ, રાજકોટ જિલ્લામાં 9 કેસ, આણંદ જિલ્લામાં આઠ કેસ, સાબરકાંઠા જિલ્લામાં 7 કેસ, તાપી જિલ્લામાં 6 કેસ, વલસાડ જિલ્લામાં 6 કેસ, અમદાવાદ જિલ્લામાં 5 કેસ, ભરૂચ જિલ્લામાં 5 કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 કેસ, જામનગર જિલ્લામાં 5 કેસ, પંચમહાલ જિલ્લામાં 5 કેસ, નવસારી જિલ્લામાં 4 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ, વડોદરા જિલ્લામાં 3 કેસ, અમરેલી જિલ્લામાં 2 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં એક કેસ અને મહિસાગર જિલ્લામાં નવો એક-એક કેસ નોંધાયો છે.