ગુજરાતના ૧ર જીલ્લાઓમાં ૧૪૦૦ થી પણ વધારે કોપી કેસ સીસી ટીવીમાં કેદ

ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડની પરીક્ષાઓમાં ચોરીના ૧૪૦૦ કેસો હજુ સુધી પકડાયા નથી જો કે ચોરી કરતા વિઘાર્થીઓ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે આમ છતાં તંત્રએ આંખ આડા કાન કરી રહ્યું છે.

હાયર સેક્ધડરીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં ૧૪૦૦ થી  પણ વધારે વિઘાર્થીઓ કોપીકેસમાં કેનેરામાં કેદ થઇ ગયા હતા. ૨૦૧૭-૧૮ ની પરીક્ષાના ૧,૬૬૨ કોપી કેસ રેકોર્ડ થયા ધોરણ-૧ર ની પરીક્ષામાં આ આંકડો ૩૦૦૦ ને આંબી ગયો.

ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા ૧ર જીલ્લાઓના ડીઇઓને આ અંગે શોકોઝ નોટીસ પણ આપવામાં આવી હતી જેમાં દાહોદ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

ડીઇઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે જીલ્લાઓના સંવેદનશીલ સેન્ટરના સીસી ટીવી કુટેજ ચેક કરવામાં આવશે અને સમગ્ર રીપોર્ટ બોર્ડને આપવામાં આવશે. જો કે ડીઇઓ દ્વારા તપાસ બાદ કોઇ રિપોર્ટ કર્યો નહી જેને કારણે બોર્ડે જે તે જીલ્લાના ડીઇઓને ફરીથી આ અંગે યોગ્ય પગલા લેવા જણાવ્યું અને પોતાની ફરજ બજાવવા તાકીદ કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને અમદાવાદની બે એન્જીનીયરીંગ કોલેજમાં ૩૦૦૦ સીડી તૈયાર કરાઇ અને ૧ર જીલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદન શીલ બોર્ડ એકઝામ સેન્ટરમાં આ સીડીના ઉપયોગથી મોટા પ્રમાણમાં કોપી કેસ થયા હોવાનું જણાવા મળ્યું વિઘાર્થીઓ દ્વારા એક સીડીના પ૦ રૂ. આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા સંવેદન શીલ સેન્ટર્સમાં ૧પ૦૦ થી પણ વધારે કોપી કેસ સીસી ટીવીમાં કેદ થયા છે. જો કે ગત વર્ષની સરખામણીમાં તે ૪૦ ટકા ઓછા છે. બોર્ડ દ્વારા ડીઇઓ ને આદેશ આપવામાં આવ્યો છે. વિઘાર્થીઓ કેમેરોમાં કેદ થયા હોય તેને રૂ. ૨૫ હજારથી એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.