ઉપલેટા તાલુકામાં ગરીબ મહિલાઓ ગાયનેકના રોગ વિશે પુરતી માહિતી મળી રહે અને આ રોગની સારવાર યોગ્ય રીતે મળી રહે તે માટે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ હતું.
રવિવારે યોજાયેલ ગાયનેક ફ્રી નિદાન કેમ્પ શહેરની વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડોકટરો ડો.પ્રિયંકા ભાલોડિયા, ડો.પ્રતિક ભાલોડિયા દ્વારા તાલુકાના ગરીબ મહિલાઓ માટે મહિલાઓને ગાયનેક લગતા રોગોની યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો.આ કેમ્પમાં ભાગ લેનાર મહિલાઓને સોનોગ્રાફી, એકસ-રે સહિતની સારવાર પણ વિનામૂલ્યે ડો.ભાલોડિયા દંપતિ દ્વારા આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડો.ભાલોડિયા દંપતિએ જણાવેલ કે આ કેમ્પમાં ધારણા કરતા વધુ દર્દીઓ ઉમટી પડતા તમામ દર્દીઓને સંતોષકારક સારવાર મળી રહે તે માટે આવતા રવિવારે તા.૨૯ના પણ વાત્સલ્ય હોસ્પિટલ ઉપલેટા મુકામે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.