પર્વાધિરાજ પર્યુષણના મૂર્તિપૂજક સમાજ દેરાવાસીઓનો આજે પાંચમો દિવસ તેમજ સ્થાનકવાસી જૈન સમુદાયનો આજે પર્યુષણનો ચોથો દિવસ ચાલી રહ્યો છે આજે વહેલી સવારે દેસાસરો અને ઉપાશ્રયોમાં ત્રિશલાવંદન વીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. પ્રભુના દર્શનાર્થે જિનાલયોમાં વહેલી સવારે જૈનો ઉમટી પડયા હતા.માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોની ઉજવણી અને વધામણા કરવામાં આવ્યા હતા. શ્રાવકોએ વાજતે-ગાજતે ૧૪ સ્વપ્નોના વધામણા કર્યા હતા. આજનો દિવસ એટલે મહાવીર જન્મ કલ્યાણ વાચનનો મહત્વનો દિવસ આજે દેરાસરોમાં ૧૪ સ્વપ્નના પ્રતિકો તથા પારણાની ઉછામણી થઈ હતી. શ્ર્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં શ્રાવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સાધુ ભગવંતોએ ૧૪ સ્વપ્નનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ ભાગ્યશાળી પરિવારે ૧૪ સ્વપ્નનો લાભ લઈ કંકુ-ચોખા સાથે વધામણા કર્યા હતા અને એક જનમ્યો રાજ દુલારોના સ્તવનની રમઝટ સાથે ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.