ડ્રાઇવીંગની તાલિમના છેલ્લા દિવસે સરકારી વાહન લઇને ઇન્સ્ટકટર એએસઆઇ પણ પાર્ટીમાં ગયા: દારૂ પી મોબાઇલમાં રેકોર્ડીંગ કરવાનું મોઘું પડયું
રાજકોટ જિલ્લા પોલીસના કોન્સ્ટેબલને ૩૦ દિવસ સુધી ડ્રાઇવીંગની ટ્રેનિંગ અપાયા બાદ ગઇકાલે તાલિમના છેલ્લા દિવસે તાલિમાર્થી ૧૪ પોલીસ કોન્સ્ટેબલો સરકારી વાહન લઇને દિવ જઇ પોલીસ વાહનમાં જ દા‚નો નસો કરી દા‚ના નશામાં ભાન ભુલેલા કોન્સ્ટેબલોએ આપણે કોણ પૂછવાવાળુ સમજી પોતાના મોબાઇલમાં દા‚ પીતા હોય તેવો વીડિયો રેકોર્ડીગ કરી મિત્રને મોકલ્યા બાદ વીડિયો વાયરલ થતા તમામ સામે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે ઇન્કવાયરીના આદેશ આપ્યા છે અને તમામનું મોડીરાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
રાજકોટ ‚રલના જુદા જુદા પોલીસ મથકમાં અને પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલોએ એમટીમાં ફરજ બજાવવાની ઇચ્છા વ્યક્ત કરતા તમામને ૩૦ દિવસની ટ્રેનિગ આપવામાં આવી હતી. ટ્રેનિગ દરમિયાન સરકારી વાહન લઇને ગુજરાતમાં તમામ સ્થળે તાલિમ માટે જવાની છુટ હોય છે પણ દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી ત્યાં પૂર્વ મંજુરી વિના જઇ ન શકાય તેમ છતાં ગઇકાલે ૧૩ તાલિમાર્થી કોન્સ્ટેબલ અને તેના ઇન્સ્ટકટર એએસઆઇ જી.જે.૩જી. ૨૫૨૦ નંબરનું સરકારી વાહન લઇને દિવ પહોચ્યા હતા.
દિવ પહોચ્યા બાદ દા‚નો નશો કરવાના આદી કોન્સ્ટેબલોએ સરકારી વાહનમાં જ બેસીને બિયરના ડબ્લલા ખોલી નશો કર્યો અને સાથી તાલિમાર્થીને મોબાઇલમાં વીડિયો રેકોર્ડીગ કરાવ્યું વીડિયો રેકોર્ડીગ કરનાર કોન્સ્ટેબલે મજા મજાકમાં પોતાના મિત્રને વોટસેપના માધ્યમથી રેકોર્ડીંગ મોકલ્યું અને ત્યાર બાદ થોડી જ કલાકોમાં વીડિયો વાયરલ થઇ ગયો હતો.
‚રલ પોલીસના કોન્સ્ટેબલોએ દિવમાં દા‚ની પાર્ટી યોજી હોવાની જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના ધ્યાને આવતા તમામને એસપી કચેરીએ બોલાવી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને એએસપી મહેતાને ઇન્કવાયરી સોપી હતી. તાલિમાર્થી કોન્સ્ટેબલને ગઇકાલે ટ્રેનિંગનો છેલ્લો દિવસ હતો ત્યારે જ લખણ ઝળકાવવાનું ભારે પડયું હતું. સરકારી વાહન લઇને દિવ જવાની મંજુરી કોણે આપી તે અંગે પણ તપાસ થઇ રહી છે. આગામી દિવસોમાં તમામ સામે કડક કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.