અંગ્રેજી માધ્યમના એકાઉન્ટના દાખલા નંબર-૧માં પ્રિન્ટીંગની ભૂલ
ગુજરાતભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી છે. આ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીમાં અનેકવાર છબરડાઓ ઉભરીને બહાર આવે છે. આજે બીજા દિવસે પણ બી.કોમ. સેમ-૪ના એકાઉન્ટીંગના પેપરમાં ૧૪ માર્કસની ભૂલ નીકળી હતી. જેને લઈને વિર્દ્યાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. ગઈકાલે જ બી.બી.એ સેમ-૪ના આંકડા શાના પેપરમાં પેપર સેટરની ભૂલના કારણે ૨૮ માર્કનું પેપર ભુલ વાળુ નીકળ્યું હતું. અનેકવાર આવા છબરડાના કારણે વિર્દ્યાર્થીઓ તા જે તે કોલેજના શિક્ષકોને હાલાકી ભોગવવી પડે છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષા ચાલુ હોય ત્યારે ઉપરા-ઉપરી આજે બીજા દિવસે પણ પેપરમાં ભુલ નીકળતા ચકચાર મચ્યો છે. આજે બી.કોમ સેમ-૪ના એકાઉન્ટીંગના પેપરમાં પ્રમ દાખલામાં જ ભૂલ નીકળી હતી. યુનિવર્સિટીમાં બીજા તબકકામાં બી.કોમ સેમ-૪માં ૨૫૦૦૦થી વધુ વિર્દ્યાથીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે વારંવાર પેપર સેટર અવા પ્રિન્ટીંગ મિસ્ટેકના કારણે પેપરમાં ભૂલ આવતા શિક્ષણ જગતમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.
આજે બી.કોમ સેમ-૪ના એકાઉન્ટીંગનું પેપર ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને માધ્યમમાં લેવાયું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં દાખલા નં.૧માં ૨૦ માર્કની ભુલ બહાર આવી હતી. આ દાખલામાં ગુજરાતી માધ્યમમાં અનામત પ્રિમીયમ બાદ પુન: વિમાના ૧૦૦ ટકા જેટલું રાખવામાં આવ્યું હતું. જયારે અંગ્રેજી માધ્યમમાં અનામત પ્રિમીયમ બાદ પુન: વિમાના ૫૦ ટકા જેટલું રાખવામાં આવ્યું છે. જેને લઈને વિર્દ્યાથીઓને દાખલો ગણવામાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. આવી ગંભીર ભુલોના લીધે વિર્દ્યાથીઓના ભવિષ્ય સો ચેડા વાની ભીતિ ઉભી થાય છે.
આ મુદ્દાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અમિત પારેખનો સંપર્ક યો ન હતો. પરંતુ જે તે કોલેજના ૨૦ માર્કના દાખલાની ભુલની જાણ તા બાદમાં જે તે સ્ટાફ દ્વારા ભુલ સુધારાઈને વિર્દ્યાથીઓને નોંધ કરવામાં આવી હતી. અનેકવાર આવી ભુલના કારણે વિર્દ્યાથીઓના ભવિષ્ય સો ચેડા થઈ રહ્યાં હોવાનું વિર્દ્યાથી મુખે ચર્ચા રહ્યું છે. એ-ગ્રેડ ગણાતી યુનિવર્સિટી કક્ષાની કામગીરી કરી રહી હોય શિક્ષણ જગતમાં ભારે ચકચાર વા પામી છે.