રાજકોટ રેન્જે દરોડો પાડી રોકડ, ૧૫ મોબાઇલ અને સાત વાહનો મળી રૂ.૫૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી જીલ્લાના ટંકારા પો.સ્ટે. વિસ્તારમાંથી સાત ઇસમોને રોકડા રૂ.૨૫,૪૪,૧૦૦/- તથા મોબાઇલ ફોન-૮, કાર-ર મળી કુલ રૂ.૫૦,૮૪,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે. વિસ્તારમાંથી આઠ ઇસમોને રોકડા રૂ.૨,૫૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૭, મો.સા.વાહન-૫ મળી કુલ રૂ.૩,૭૨,૦૦૦/- મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ પોલીસની ટીમ.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના પો.સ્ટે. વિસ્તારના સજનપર ધુનડા રોડ પર આવેલ આરોપી ધવલના કબ્જા ભોગવટાના મકાનમાંથી આરોપીઓ (૧) ધવલ ભગવાનજીભાઇ છત્રોલા રહે.બોનીપાર્ક મોરબી (ર) બાબુભાઇ રુગનાથભાઇ ભાડજા રહે. ચંદ્રેશનગર મોરબી (૩) જીવરાજભાઇ મેઘજીભાઇ મોસાણ રહે. રુષભપાર્ક મોરબી (૪) હર્ષદ ભાણજીભાઇ સંઘાણી રહે. નાનીવાવડી મોરબી (૫) પંકજ જેન્તીભાઇ છત્રોલા રહે. ચકમપર તા.મોરબી (૬) રજનીકાંત ભવાનભાઇ જીવાણી રહે. અવનીરોડ મોરબી (૭) મહેશ રુગનાથભાઇ કુંડારીયા રહે. ઉમીયા શર્કલ મોરબી વાળાનાઓને રોકડા રૂ. ૨૫,૪૪,૧૦૦/- મોબાઇલ ફોન ૮ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા કાર-ર કિ. રૂ.૨૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૦,૮૪,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર-ધારા કલમ-૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જામનગર જીલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.સ્ટે. વિસ્તારના મોટીગોપ ગામમાં આવેલ આરોપી ભરતભાઇની કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ મકાનમાંથી આરોપીઓ (૧) દેવાણંદ ઉર્ફે દેવો માલદે નંદાણીયા (ર) ભરત લખમણભાઇ નંદાણીયા (૩) દેવા પેથાભાઇ પાથર (૪) કરશન કાળુભાઇ પાથર રહે. બધા ગોપ તા.જામજોધપુર (૫) દિનેશ ગોરધનભાઇ સીરા રહે.સઇદેવરીયા તા.ભાણવડ (૬) ગોવીંદ ભાયાભાઇ ડાંગર રહે.સણોસરી તા.લાલપુર (૭) ભરત કેસુરભાઇ ડાંગર રહે. હોથીજીખડબા તા.જામજોધપુર (૮) ભાવેશ રાજુભાઇ વરુ રહે.ગોકુળનગર જામનગર વાળાનાઓને રોકડા રૂ. ૨,૫૩,૦૦૦/- મોબાઇલ ફોન ૭ કિ.રૂ.૧૯,૦૦૦/- તથા મો.સા.-૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૭૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે જુગાર-ધારા કલમ-૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.