સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ આજે કંપનીના એકી સાથે ૧૪ કર્મીઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ગઇકાલે એક કર્મી કોરોના સંક્રમીત થતા આજે અન્ય કર્મચારીઓને ચેપ લાગતા કુલ ૧૪ વ્યકિતના રિપોર્ટ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેથી તંત્રએ દાદરાનગર હવેલીની આ કં૫નીને તળા મારી દીધા છે તેમજ સંપૂર્ણ સોસાયટીને કવોરોન્ટાઇન કરવામાં આવી છે.
સનફાર્મા કંપનીમાં કામ કરતા ગણદેવી તાલુકાના એક કર્મીને ગઇકાલે ચેપ લાગ્યો હતો. બાદમાં આજે ૧૪ કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામ સંક્રમીત કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ કોરોના સંક્રમીત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને અને સોસાયટીને કવોરોન્ટાઇન કરવામાં આવી છે. દાદરાનગર હવેલીની આ કંપનીમાં હાઇડ્રોકલોરોકિવન દવા બનાવવામાં આવતી હતી. પરંતુ અહીં કોરોના વિસ્ફોટ થતા તંત્ર દ્વારા પ્લાન્ટ બંધ કરી દેવાયો છે. ૧૪ કર્મચારીના પરિવારજનોને પણ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.