સરથાણા પોલીસ સ્ટેશનમાં કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ સહિત 6 સામે આઈટી એક્ટ હેઠળ14 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બિટકોઈન અને અન્ય કરન્સીના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બિટકોઇન, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી.
કામરેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એલ.બી.ડાભી સહિત 6 લોકો સામે 14 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત શહેરના અને રાજ્યના રોકાણ કરનારાઓને વર્ચ્યુઅલ કરન્સી, બિટકોઇન, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંદાજીત 14 કરોડ જેટલા રૂપિયાનું રોકાણ કરાવી તેઓએ પહેલેથી જ પ્લાન કરેલા એનસીઆર ક્રિપ્ટો કરન્સી નામની ફેક કરન્સી ઉભી કરી હતી. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.